For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ કાર્યકર્તાઓએ લગાવ્યો 'પ્રિયંકા લાવો, કોંગ્રેસ બચાવો'નો નારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ઓક્ટોબર: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધી આવેલા ટ્રેંડમાં કોંગ્રેસની કરારી હારના સંકેતોની વચ્ચે, પાર્ટીના કાર્યકર્તાઓનું એક સમૂહે અત્રે પાર્ટી કાર્યાલયની બહાર એકત્રિત થઇને માંગ કરી છે કે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં લાવવામાં આવે.

priyanka
આવું પહેલી વાર નથી બન્યુ જ્યારે આ પ્રકારની માંગ કરવામાં આવી પરંતુ પ્રિયંકા તેનાથી વારંવાર ઇનકાર કરી ચૂકી છે. પ્રિયંકાએ થોડા સમય પહેલા નિવેદન જારી કરીને લોકોને આ પ્રકારની અટકળોથી દૂર રહેવાનો અનુરોધ કર્યો હતો. પાર્ટીના 200થી 250 કાર્યકર્તા હાથોમાં પોસ્ટર લઇને આવ્યા જેની પર લખ્યું હતું, 'પ્રિયંકા લાવો, કોંગ્રેસ બચાવો'. આ કાર્યકર્તાઓએ પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાની બહેનને રાજનીતિમાં લાવવાની પહેલ કરવા માટે જણાવ્યું છે.

કોંગ્રેસ કાર્યાલયની બહાર એક કાર્યકર્તાએ જણાવ્યું, 'અમે રાહુલજીને અપીલ કરીએ છીએ કે તેઓ પ્રિયંકા ગાંધીને એવા સમયે કોંગ્રેસની સક્રિય રાજનીતિમાં લાવે જ્યારે પાર્ટી મુશ્કેલીના દૌરમાંથી પસાર થઇ રહી છે. તેઓ નરેન્દ્ર મોદીની કૂચને રોકવામાં તેમની મદદ કરી શકે છે.' કેટલાંક કાર્યકર્તાઓએ જણાવ્યું કે જો પ્રિયંકાએ સતત બંને રાજ્યોમાં પ્રચાર કરાવવામાં આવ્યું હોત તો મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામ કંઇ અલગ જ હોત.

gandhi
આ સમૂહનું નેતૃત્વ કરનારા ઇન્ડિયન નેશનલ ટ્રેડ યૂનિયન કોંગ્રેસના નેતા જગદીશ શર્માએ જણાવ્યું કે ચૂંટણીમાં પાર્ટીની સતત હાર બાદ હવે એ જરૂરી છે કે પાર્ટીના સારા ભવિષ્યને લઇને પ્રિયંકાને સક્રિય રાજનીતિમાં લાવવામાં આવે. ઇંટકના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ શર્માએ જણાવ્યું 'જો પ્રિયંકા ગાંધીએ મહારાષ્ટ્ર અને હરિયાણામાં પાર્ટી માટે પ્રચાર કર્યો હોત તો પરિણામ અલગ જ આવત. લોકસભા ચૂંટણીમાં, નરેન્દ્ર મોદી લહેરની વાત થઇ રહી હતી. તે સમયે પ્રિયંકા ગાંધીએ રાયબરેલી અને અમેઠીમાં પ્રચારની જવાબદારી સંભાળી અને કોંગ્રેસે ત્યાં જીત નોંધાવી.'

English summary
Bring Priyanka Gandhi, save Congress: Posters emerge as votes are counted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X