For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગલુરુથી ઓપરેટ થતું હતું ISISનું ટ્વિટર હેંડલ!

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 12 ડિસેમ્બર: ખતરનાક આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ માટે ભર્તીના સૌથી મોટા ઓનલાઇન અભિયાન ભારતથી જ ચલાવવામાં આવી રહ્યું છે. બ્રિટેનના ચેનલ ફોર તરફથી ચોંકાવનારા દાવા તરફથી કહેવામાં આવ્યું છે કે આઇએસઆઇએસનું ટ્વિટર હેંડલ @shamiwitnessને બેંગલુરુથી ઓપરેટ કરવામાં આવતું હતું.

17,700 લોકો ફોલો કરી રહ્યા હતા એકાઉંટને
કોઇ એ વાતને ન્હોતું જાણતું કે તેને કોણ ઓપરેટ કરી રહ્યું છે અને તેને સત્તર હજાર જેટલા લોકો ફોલો પણ કરી રહ્યા હતા. આ ટ્વિટર હેંડલ પર આઇએસઆઇએસ તરફથી તમામ સંદેશાઓને પણ પોસ્ટ કરવામાં આવ્યા છે.

આઇએસઆઇએસનું આ ટ્વિટર હેંડલ ખાસ કરીને આઇએસઆઇએસના પ્રોપોગેંડાને આગળ વધારી રહ્યું હતું. હાલમાં જ આઇએસઆઇએસ તરફથી બંધકોના સર કલમ કરવાના જે વીડિયોઝ જારી કરવામાં આવ્યા છે તેને મેંહદી નામનો શખ્શ ઓપરેટ કરી રહ્યો હતો.

isis
મેંહદી જે બેંગલુરુમાં રહેતો હતો તે છેલ્લા એક વર્ષોથી આ હેંડલને ઓપરેટ કરી રહ્યો હતો અને કોઇને પણ આ વાતની ખબર જ ના પડી. આઇએસઆઇએસે મેંહદીને લગભગ એક વર્ષ પહેલા પોતાના એજેંડા હેઠળ ગ્રુપમાં સામેલ કર્યા હતા.

પરિવારના કારણે રોકાયો ભારતમાં
મેંહદી સંપૂર્ણ રીતે આઇએસઆઇએસની વિચારધારાથી પ્રભાવિત થઇ ચૂક્યો હતો પરંતુ આર્થિક કારણોથી તે રોકાઇ ગયો. આઇએસઆઇએસ તેમના પરિવારને મદદ કરવા તૈયાર ન્હોતું અને એવામાં તેને ભારતમાં જ રોકાવું પડ્યું.

ત્યાર બાદ તેણે ભારતથી જ આઇએસઆઇએસના આ ટ્વિટર હેંડલને ઓપરેટ કરવાનું શરૂ કર્યું. સૂત્રોની માનીએ તો તે આઇએસઆઇએસ માટે પોતાની રીતે કંઇક યોગદાન કરવા માટે ખૂબ જ બેકરાર હતા.

English summary
Britain claims ISIS Twitter handle operated from Bangalore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X