અંગ્રેજો ચાલ્યા ગયા પણ તેમના એજન્ટોને ભારતમાં જ છોડી ગયાઃ દત્તાત્રેય હોસબોલે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંખના સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે (Duttatreya Hosabale)એ શુક્રવારે સંસ્થાનવાદી વિચારધારાને લઈ મોટું નિવેદન આપ્યું. દત્તાત્રેય હોસબોલેએ કહ્યું, "અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા ગયા, પરંતુ તેમના એન્ટ્સ, શિક્ષણવિદો, વિશ્વવિદ્યાલયો અને અભિપ્રાય નિર્માતાઓએ દેશને સંસ્થાનવાદિ વિચારધારાથી છૂટકારો મળવા ના દીધો." તેમણે કહ્યું કે મુઘલો સામે લડનારા ભારતીયોએ ક્યારેય આટલા ઉતરતા નથી અનુભવ્યા જેટલા તેઓ બ્રિટિશ શાસન સમયે અનુભવતા હતા. હોસબોલે પૂર્વ સાંસદ બલબીર પુંજના પુસ્તક 'નૈરેટિવ, એક માયા ઝાળ'ના લૉન્ચિંગ માટે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

દત્તાત્રેય હોસબોલેએ કહ્યું, "મુગલોની લાંબી ગુલામી બાદ પણ ભારતીય જનમાનસે ક્યારેય સ્વયંને શ્રેષ્ઠ નથી માન્યા, પરંતુ અંગ્રેજોના શાસનકાળમાં કેટલાક લોકોએ એવી વાર્તા વાગોળી, કે જના કારણે સામાન્ય લોકો નબળા અને ઉપેક્ષિત અનુભવવા લાગ્યા. લોકોને પોતાની જ સંસ્કૃતિની મહાનતાના વિષયમાં શંકા થવા લાગી." તેમણે કહ્યું, "ઉત્તર-પૂર્વ ક્ષેત્ર જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તેનું પ્રાથમિક કારણ બહુરાષ્ટ્રીય રાજ્યોનો વિચાર રહ્યો છે. આપણું માનવું છે કે આપણે બહુરાષ્ટ્રીય રાજ્ય છીએ જેમ આ સોવિયેત રૂસ માટે હતું."
હોસબોલેએ કહ્યું, "સ્વતંત્રતા બાદ આપણે આ વિચારથી ઉપર ઉઠવું જોઈતું હતું, પરંતુ એક વિશેષ વિચારણાથી પ્રભાવિત લોકોએ પોતાની સંસ્કૃતિને કમજોર કરી દેખાડી જેનાથી આપણને નુકસાન થયું. આ એક જ નૈરેટિવ હતો, જેમાં ભારતીય સંસ્કૃતિની દરેક વાતને અવૈજ્ઞાનિક કહેવામાં આવવા લાગી. નવી શિક્ષણ પદ્ધતિથી ભણેલા કેટલાય વૈજ્ઞાનિક, શિક્ષકો, પત્રકારો, ન્યાયમૂર્તિ અને અન્ય ભણેલા લોકોએ આ નૈરેટિવનો સ્વીકાર કરી લીધો. હવે આ નૈરેટિવથી બહાર આવવાની જરૂરત છે."
આરએસએસ નેતા જયપ્રકાશ નારાયણના હવાલાથી કહ્યું, "પંચાયત સ્વાસ્થ્યનો મૂળ ધર્મ રહ્યો છે, પરંતુ એક વિચારણા વિશેષના કારણે ધાર્મિક હોવાને કમજોર અને પછાત હોવા તરીકે પ્રચારિત કરવામાં આવ્યા. આવા નૈરેટિવને તોડવા માટે યોગ્ય વિચાર આગળ ધપાવવાની જરૂરત છે."
વધુમાં તેમણે કહ્યું કે, "આપણે ધર્મ વિશે વાત નથી કરી શકતા, કેમ કે આપણે ધર્મનિરપેક્ષ છીએ. ધર્મ શું છે? શું ધર્મ માત્ર પૂજાની પ્રક્રિયા વિશે છે? આપણે આ સમજવા નથી માંગતા. આપણે આપણા પ્રાચીન સાહિત્યને વાંચવા નથી માંગતા. આપણે માની લઈએ છીએ કે આપણે અંગ્રેજો દ્વારા સભ્ય હતા. આપણી પારંપરિક અને પ્રાચીન પ્રથા બેકાર છે. અંગ્રેજોના એજન્ટ્સે આપણા દિમાગોને ઉપનિવેશક બનાવી રાખ્યા. આપણું માનવું હતું કે બાહરી લોકો આપણાથી શ્રેષ્ઠ છે અને સભ્યતામાં આપણું કંઈ યોગદાન નથી."
હોસબોલેએ કહ્યું, "જો 'નૈરેટિવ' પુસ્તક અંગ્રેજીમાં લખ્યું હોત તો દિલ્હીના ખાન માર્કેટમાં વેચાત. લોકો આ પુસ્તકને કોઈ બુદ્ધિજીવી દ્વારા લખેલ પુસ્તક સમજી ખરીદી લેત અને વાંચત પણ ખરા. પરંતુ હિન્દીના પુસ્તકો આવાં નથી હોતાં. ભારતમાં હવે એવું માનવામાં આવવા લાગ્યું કે જે લોકો અંગ્રેજી નથી બોલી શકતા, તેઓ બુદ્ધિજીવી નથી. આપણે આ વિચારને તોડવા અને આપણા દિમાગને ઉપનિવેશકથી મુક્ત કરવાની જરૂરત છે."












Click it and Unblock the Notifications
