For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણતંત્ર દિવસ પર PM બોરિસ જૉનસનનુ આવવુ મુશ્કેલઃ બ્રિટનના સીનિયર ડૉક્ટર

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે એવામાં જૉનસનની ભારત યાત્રા સંભવ નથી.

|
Google Oneindia Gujarati News

Boris Johnson India Visit: આખી દુનિયામાં કોરોના વાયરસ(Coronavirus)નુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. કોરોના મહામારી વચ્ચે રાજધાની દિલ્લીમાં આવતા મહિને 26 તારીખે ગણતંત્ર દિવસ સમારંભ આયોજિત કરવામાં આવશે. જેમાં બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જૉનસન શામેલ થવાની સંભાવના છે પરંતુ હવે બ્રિટનના ડૉક્ટરે આ સંભાવનાથી ઈનકાર કરી દીધો છે. તેમના જણાવ્યા મુજબ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે એવામાં જૉનસનની ભારત યાત્રા સંભવ નથી.

Boris Johnson

NDTVના રિપોર્ટ મુજબ બ્રિટિશ મેડિકલ એસોસિએશનના ચેર કાઉન્સિલ ચાંદ નાગપાલે(Dr. Chaand Nagpual) કહ્યુ કે ત્યાં કોરોનાના નવા સ્ટ્રેનના કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં બ્રિટન પ્રશાસન માટે પીએમ જૉનસનની યાત્રા વિશે આટલુ જલ્દી નિર્ધારિત કરવુ મુશ્કેલ હશે. તેમણે કહ્યુ કે અમે(બ્રિટન) આજથી પાંચ સપ્તાહ બાદની સ્થિતિનો અંદાજો ન લગાવી શકીએ કારણકે વાયરસની વાસ્તવિક સ્થિતિનુ આકલન રોજેરોજના આધારે થાય છે. તેમણે વર્તમાન સ્થિતિને જોઈને કહ્યુ કે પીએમ જૉનસનની ભારત યાત્રા અત્યારે સંભવ નથી લાગી રહી.

ડૉ. નાગપાલના જણાવ્યા મુજબ ઘણી મોટી હોસ્પિટલોમાં બેડ ભરાઈ ચૂક્યા છે જ્યારે અન્યમાં 90 ટકા બેડ પર દર્દીઓ ભરતી છે. જેના કારણે ગયા સપ્તાહમાં 44 એમ્બ્યુલન્સને દૂરની સુવિધાઓ માટે નિર્દેશ આપવામાં આવ્યા કારણકે સ્થાનિક હોસ્પિટલોમાં બેડ નહોતા. તેમના જણાવ્યા મુજબ કોરોના વાયરસની રસી બ્રિટનના લોકોને આપવામાં આવી રહી છે પરંતુ મ્યુટેને મુશ્કેલી વધારી દીધી છે. હાલમાં વૈજ્ઞાનિકો આના પર માહિતી મેળવી રહ્યા છે કે વેક્સીન પર નવા સ્ટ્રેનનો કેટલો પ્રભાવ પડશે.

નવા સ્ટ્રેનથી બધા કેમ પરેશાન?

કોરોના વાયરસના અત્યાર સુધી ઘણા સ્ટ્રેન મળી ચૂક્યા છે પરંતુ હાલમાં જે સ્ટ્રેન બ્રિટનમાં મળ્યો છે તેનાથી વૈજ્ઞાનિકોની મુશ્કેલી વધી ગઈ છે કારણકે આ ઘણુ ઝડપથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. હાલમાં બ્રિટનમાં જ્યાં-જ્યાં આ સ્ટ્રેન મળ્યો છે ત્યાં ખૂબ વધુ કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે ભારત સહિત ઘણા દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઈટ્સને રદ કરી દીધી છે.

DDC Election Results: એ જાણતા હતા કે એકલા લડીશુ તો હારી જઈશુDDC Election Results: એ જાણતા હતા કે એકલા લડીશુ તો હારી જઈશુ

English summary
British PM Boris Johnson India trip on Republic Day may not be possible said senior doctor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X