For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ

કોંગ્રેસે દાવો કર્યો છે કે કર્ણાટકની તત્કાલીન યેદુરપ્પા સરકારે ભાજપને 1800 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ભાજપના ઉપર ડાયરી બોમ્બ ફોડી દીધો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે કર્ણાટકની તત્કાલીન યેદુરપ્પા સરકારે ભાજપને 1800 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. આનો ખુલાસો યેદુરપ્પાની એક ડાયરીમાંથી થયો છે. દિલ્લીના કોંગ્રેસ મુખ્યલાયમાં પ્રેસ સાથે વાત કરતા પાર્ટી પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ કે તેમણે ભાજપના ઘણા નેતાને લગભગ 1800 કરોડની લાંચ આપી છે. અમારી પાસે પુરાવા છે. આ લાંચ તેમણે કર્ણાટકમાં સરકારમાં રહીને આપી છે.

randeep surjewala

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સૂરજેવાલાએ ભાજપના દિવંગત નેતા અનંત કુમાર અને પૂર્વ સીએમ બીએસ યેદુરપ્પા વચ્ચે થયેલા વાતચીત અને ડાયરીમાં લખેલા 1800 કરોડની ડિટેલ્સનો દાવો કર્યો. કોંગ્રેસે એ પણ કહ્યુ કે એક ન્યૂઝ મીડિયામાં પ્રકાશિત આ રિપોર્ટના આધારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને ભાજપની સેન્ટ્રલ કમિટીના બધા નેતાઓની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યુ કે આ ડાયરીમાં યેદુરપ્પાની સાઈન પણ છે. ડાયરીમાં લગભગ 12 નેતાઓના નામ છે. તેમણે આરોપ લગાવ્યો કે આ લાંચ ભાજપની કેન્દ્રીય કમિટીને આપવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી જેવા માટે નેતા શામેલ છે.

સૂરજેવાલાએ કહ્યુ કે અમે તથાકથિત ડાયરીની સત્યતાનો દાવો નથી કરતા પરંતુ આની તપાસ થવી જોઈએ. આની તપાસ સીધા પ્રધાનમંત્રી મોદીથી શરૂ થવી જોઈએ. સુરજેવાલાએ કહ્યુ, 'ડાયરી અનુસાર 2600 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા અને તેમન સીધા 1000 કરોડ રૂપિયા ભાજપની સેન્ટ્રલ કમિટીને આપવામાં આવ્યા. જજોને લાંચ તરીકે આપવા માટે 250 કરોડનો ઉલ્લેખ છે. 2017થી આવકવેરા ડિપાર્ટમેન્ટ પાસે ડાયરી હોવાનો આરોપ પણ કોંગ્રેસે લગાવ્યો. તેમણે સવાલ પૂછ્યો કે છેવટે મોદી સરકાર આ કેસની તપાસ કેમ નથી કરાવતી.'

સુરજેવાલાએ કહ્યુ કે મોદી સરકારે આ લાંચના આરોપનો જવાબ આપવો જોઈએ. જો આ આરોપ ખોટા છે તો પ્રધાનમંત્રી મોદીએ પોતે જ તપાસની અનુમતિ આપવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને ભાજપના મોટા નેતૃત્વ પર આરોપ લાગ્યા છે. આજે સવાલ કાયદો-બંધારણ અને મર્યાદાનો છે. ભાજપ આ આરોપ માટે લોકપાલ કે કોઈ અન્ય સંસ્થા પાસે આની તપાસ કરાવે.

આ પણ વાંચોઃ જાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન?આ પણ વાંચોઃ જાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન?

English summary
BS Yeddyurappa bribed Rs 1800 crore for top BJP leaders, Lokpal should investigate: Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X