For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 કલાકમાં બીએસએફના 13 જવાન સંક્રમિત, અત્યાર સુધી 247 પૉઝિટીવ

બુધવારે છેલ્લા 24 કલાક દરમિયાન સીમા સુરક્ષા બળો બીએસએફના 13 કર્મીઓમાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય સુરક્ષાબળોમાં કોરોના વાયરસનુ સંક્રમણ હવે ઝડપથી ફેલાવા લાગ્યુ છે. બુધવારે છેલ્લા 24 કલાક દરમિયાન સીમા સુરક્ષા બળો બીએસએફના 13 કર્મીઓમાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ છે. દેશભારમાં હવે સીઆપીએફના જવાનોમાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા 247 થઈ ગઈ છે. બુધવારે સંક્રમિત જોવા મળેલા 13 જવાનોમાંથી 11 દિલ્લીના છે અને એક-એક કોલકત્તા અને ત્રિપુરાના છે. બધાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવતા અન્ય કર્મીઓને ક્વૉરંટાઈનમાં રાખવામાં આવ્યા છે.

bsf

દેશમાં કોરોના સંક્રમિત કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશભરમાં 74,281 કેસ સામે આવી ચૂક્યા છે. વળી, 2400થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતીય સુરક્ષાબળોમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. બીએસએફના 247થી વધુ જાન અત્યાર સુધી કોરોના પૉઝિટીવ જોવા મળી ચૂક્યા છે. હાલમાં જ રાજસ્થાનના જોધપુરમાં બીએસએફના 30 જવાન કોરોના વાયરસ પૉઝિટીવ આવ્યા હતા. વળી, બીએસએફની 86મી બટાલિયનના 24 જવાન કોરોના સંક્રમિત આવ્યા હતા. અત્યાર સુધી પેરામિલિટરી ફોર્સના લગભગ 350 જવાન કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોનાની સૌથી વધુ માર સીઆરપીએફ પર પડી છે જેના 155 જવાન પૉઝિટીવ જોવા મળી ચૂક્યા છે. દિલ્લીના સીજીઓ કૉમ્પ્લેક્સને બે દિવસ માટે બંધ પણ કરવુ પડ્યુ હતુ.

બુધવારે કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 74 હજારને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે માહિતી આપીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાાં કોરોના વાયરસના 3525 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 74281 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 122 દર્દીઓા મોત થયા છે અને મૃતકોનો આંકડો વધીને 2415 થઈ ગયો છે. જો કે રાહતની વાતએ છે કે અત્યાર સુધીમાં 24386 લોકો રિકવર પણ થયા છે.

કરદાતાઓને મોટી રાહત! 30 નવેમ્બર સુધી ભરી શકશે આઈટી રિટર્નકરદાતાઓને મોટી રાહત! 30 નવેમ્બર સુધી ભરી શકશે આઈટી રિટર્ન

English summary
BSF has reported 13 new COVID19 positive cases in the last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X