પાકિસ્તાની રેંજર્સને જડબાતોડ જવાબ આપનારા બીએસએફના હેડ કોંસ્ટેબલ સુશીલકુમાર શહીદ

Written By:
Subscribe to Oneindia News

જમ્મૂ-કાશ્મીરના આરએસપુરા સેકટરમાં પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં હેડકોંસ્ટેબલ સુશીલકુમાર શહીદ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાત્રે પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતુ, જેમાં સુશીલકુમારને ગોળી વાગી હતી.

bsf 1

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

તમને જણાવી દઇએ કે હેડ કોંસ્ટેબલ સુશીલકુમાર હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારના રહેવાસી હતા અને ફાયરિંગ દરમિયાન તેમને છાતીના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. તેમનું આજે પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ તેમને અંતિમ સલામી આપવામાં આવશે. શુક્રવારે રાતથી જમ્મૂના આરએસ પુરા, પુલવામા, પર્ગવાલ અને અખનૂર સેક્ટરમાં 20 થી વધુ બીએસએફ પોસ્ટ અને ગામોમાં ફાયરિંગ થઇ રહી છે, જેનો જડબાતોડ જવાબ આપણા દેશના જવાનો આપી રહ્યા છે.

bsf 2

પાકિસ્તાને આખી રાત છોડ્યા મોર્ટાર શેલ

જમ્મૂ કાશ્મીરની સરહદે આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી રવિવાર સાંજે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે હીરાનગરમાં ભારતીય જવાનોએ 7 પાકિસ્તાની રેંજરો અને એક આતંકવાદીને ઠાર માર્યા હતા. આ જ કારણે પાકિસ્તાન ભડકેલુ છે અને તે સતત આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલ નાપાક હરકતોનો ભારતીય જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. સમાચાર એજંસી મુજબ પાકિસ્તાનીઓએ મોર્ટાર શેલનો ઉપયોગ કર્યો છે. આ પહેલા શુક્રવારે પણ પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરના કઠુઆ નજીક હીરાનગરમાં ફાયરિંગ બાદ ઘુસણખોરી કરી હતી.

bsf 3

જો પાકિસ્તાન ભારતીય સૈનિકોને નિશાન બનાવશે તો બીએસએફ ઉઠાવશે કડક પગલા

7 પાકિસ્તાની રેંજર્સ અને 1 આતંકવાદીને માર્યા બાદ બીએસએફ એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સૈનિકો ભવિષ્યમાં બીએસએફ જવાનોને નિશાન બનાવશે તો તેમણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. બીએસેફના અધિક મહાનિર્દેશક જનરલ અરુણકુમારે આ વાત પાકિસ્તાની ફાયરિંગમાં શહીદ થયેલા બીએસએફ જવાન ગુરનામ સિંહના મૃતદેહ પર પુષ્પચક્ર અર્પણ કરતી વખતે કહી હતી.

bsf 4

ગુરનામ શુક્રવારે જમ્મૂની કઠુઆ બૉર્ડર પર પાકિસ્તાની ફાયરિંગનો શિકાર બન્યા હતા અને રવિવારે સવારે તેઓ શહીદ થઇ ગયા હતા. અરુણ કુમારની માનીએ તો, ' જો પાકિસ્તાની સૈનિક ભારતીય જવાનો સામે કંઇ પણ કરવાની કોશિશ કરશે તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. અમે તેના માટે બધી રીતે તૈયાર છે. ' આ તરફ પાકિસ્તાને રવિવારે પણ સીઝફાયરનું ઉલ્લંઘન ચાલુ રાખ્યુ છે અને આંતરરાષ્ટ્ર્રીય સીમા પર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન પણ કર્યુ હતુ.

English summary
BSF Jawan injured during ceasefire violation by Pakistan in RS Pura Sector (J&K) late last night, has passed away
Please Wait while comments are loading...