For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 કલાકમાં BSFમાં 21 અને CRPFમાં 6 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા

બીએસએફમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 21 નવા કેસ મળ્યા છે. શનિવારે બીએસએફે જણાવ્યુ કે આ બધાનો કોવિડ-19 હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં લૉકડાઉન છતાં કોરોના વાયરસના સંક્રમિત કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વળી, બીજી તરફ અર્ધસૈનિક દળોમાં પણ કોરોના સંક્રમણ સતત ફેલાઈ રહ્યુ છે. કોરોના વાયરસના સૌથી વધુ સંક્રમિત સીમા સુરક્ષાબળ(બીએસએફ) છે. બીએસએફમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 21 નવા કેસ મળ્યા છે. શનિવારે બીએસએફે જણાવ્યુ કે આ બધાનો કોવિડ-19 હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

bsf

બીએસએફ તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં સીમા સુરક્ષાબળના 21 વધુ જવાનોમાં કોરોના પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. આ બધા જવાનોનો ઈલાજ કોવિડ 19 હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 286 બીએસએફ જવાનોને ઈલાજ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે. વળી, બીએસએફમાં હજુ 120 કોરોનાના સક્રિય કેસ છે. તેમનો ઈલાજ ચાલુ છે.

બીએસએફ ઉપરાંત સીઆરપીએફ પણ કોરોનાની ભીષણ ચપેટમાં છે. શનિવારે સીઆરપીએફ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના જવાનોમાં આજે કોરોના સંક્રમણના 6 નવા કેસ સામે આવ્યા છે. સીઆરપીએફમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 350 થઈ ગઈ છે. જેમાંથી કોરોનાના 129 કેસ સક્રિય છે. બધાનો કોરોના હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

વળી, આ દરમિયાન આઈટીબીપી માટ રાહતના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં આઈટીબીપીમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી. આઈટીબીપીમાં હજુ કોરોનાના 93 સક્રિય કેસ છે. વળી, 94 આઈટીબીપીના જવાનોના ઈલાજ બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે. સતત સંક્રમણના કેસ સામે આવ્યા બાદ જવાનોને વ્યક્તિગત સ્વચ્છતાના ઉચ્ચતમ સ્તરને જાળવી રાખવા અને કામમાં સામાજિક અંતર જાળવવા માટે કહેવામાં આવ્યુ છે.

અમ્ફાન વાવાઝોડુઃ પશ્ચિમ બંગાળે રાહત કાર્યો માટે સેનાની મદદ માંગીઅમ્ફાન વાવાઝોડુઃ પશ્ચિમ બંગાળે રાહત કાર્યો માટે સેનાની મદદ માંગી

English summary
BSF records 21 and CRPF records 6 new COVID 19 positive cases in last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X