બીજેપી ને હરાવવા માટે દુશ્મની ભૂલી સપા અને બસપા સાથે આવ્યા

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશ માં પોતાની પાર્ટી બચાવવા માટે દુશ્મની ભૂલી સપા અને બસપા સાથે આવ્યા છે. ન્યુઝ વેબસાઈટ આજતક ખબર અનુસાર ફુલપુર અને ગોરખપુર માં થવાવાળા ઉપ ચુનાવ માટે બસપા ઘ્વારા સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે. હજુ સુધી તેનું ઔપચારિક એલાન કરવાનું બાકી છે. આજતક જણાવ્યા મુજબ ફુલપુર અને ગોરખપુર બંને સીટો પર 11 માર્ચે મતદાન થશે અને 14 માર્ચે મતગણના થયા પછી પરિણામ વિશે ઘોષણા કરવામાં આવશે. બંને સીટો પર વર્ષ 2014 દરમિયાન ભાજપે વિજય મેળવ્યો હતો. ગોરખપુર થી યોગી આદિત્યનાથ અને ફુલપુર થી કેશવ પ્રસાદ મોર્યા જીત્યા હતા.

uttar pradesh

માનવામાં આવે છે કે રાજ્યસભા સુધી પહોંચવા માટે માયાવતી એ દાવ રમ્યો છે. 23 માર્ચે 10 રાજ્યસભા સીટો માટે ચૂંટણી થવાની છે. પરંતુ બસપા પાસે ખાલી 19 વિધાયક છે. આવી હાલતમાં તેઓ સપાની મદદથી રાજ્યસભા સુધી પહોંચી શકે છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યા ઘ્વારા રાજીનામુ આપ્યા પછી બંને સીટો ખાલી થઇ ગયી છે. બંને સીટો પર 11 માર્ચે મતદાન થશે અને 14 માર્ચે મતગણના થયા પછી પરિણામનું ઘોષણા કરવામાં આવશે.

જાતીય સમીકરણ ધ્યાનમાં રાખીને ભાજપા ઘ્વારા ફુલપુર થી કોશલેન્દ્ર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જયારે સપાએ પણ નાગેન્દ્ર પટેલને ઉમેદવાર બનાવ્યો છે. ત્યાં જ કોંગ્રેસ ઘ્વારા મનીષ મિશ્રાને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ આ આખા ગણિતને બગાડવાનું કામ અપક્ષ ઉમેદવાર અતિક અહેમદ કરી શકે છે. અતિક અહેમદ ફુલપુર સીટથી સાંસદ રહી ચુક્યા છે.

English summary
BSP Announces support to samajwadi party in gorakhkpur phulpur bypolls

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.