'કેન્દ્રને માયાવતીને ઝટકો, સમીક્ષા વગર FDIને સમર્થન નહીં'

એક પત્રકાર પરિષદમાં માયાવતીએ કહ્યું કે એફડીઆઇથી ઘરેલુ અર્થવ્યવસ્થા પર કોઇ અસર પડવો જોઇએ નહીં. વિકાસશીલ દેશો માટે વિદેશી રોકાણ જરૂરી છે. તેમણે કહ્યું કે, કોઇ દેશોએ એફડીઆઇનો સહારો લીધો છે, પરંતુ ઘણા દેશોમાં એફડીઆઇને ખરાબ અસર થઇ છે.
માયાવતીએ કહ્યું કે કેન્દ્ર સરકારના રિટેલમાં એફડીઆઇના નિર્ણયથી નાના ઉદ્યોગ અને દુકાનદારો પ્રભાવિત થશે. ભારતમાં એફડીઆઇની અનુમતિથી અર્થવ્યવસ્થા ડગમગી જશે.
તેમણે કહ્યું કે એફડીઆઇથી મોંઘવારી દૂર નહીં થાય. 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોમાં સૌથી વધારે રીટેલ વેપાર છે. એફડીઆઇની અનુમતિ મળી તો દેશ વિદેશી કંપનીઓનો ગુલામ થઇ જશે.
માયાવતીએ પૂછ્યું કે વિદેશી કંપનીઓ પોતાનો સામાના સસ્તામાં શા માટે વેંચશે. તેમણે કહ્યું કે, રિટેલમાં એફડીઆઇ પર તુરત નિર્ણય લેવો સહેલો નથી.
તેમણે કહ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્યો પણ એફડીઆઇના નિર્ણય પર વિચાર કરે કે તે હિતમાં છે કે નહીં. રિટેલમાં એફડીઆઇ પર સરકાર અને સંસદીય સ્તર પર સમીક્ષા થવી જોઇએ. સમીક્ષા વગર રિટેલમાં એફડીઆઇને સમર્થન નહીં.












Click it and Unblock the Notifications
