For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ યેદિયુરપ્પાએ ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો

|
Google Oneindia Gujarati News

yeddyurappa
બેંગ્લોર, 4 જાન્યુઆરીઃ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને નવરચીત કર્ણાટક જનતા પક્ષ(કેજીપી)ના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ રાજ્યમાં સત્તારુઢ દળ ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે. યેદિયુરપ્પાની પાર્ટી કેજીપીએ શુક્રવારે પહેલી બેઠક મળી. આ બેઠકમાં ભાજપના દસ ધારાસભ્ય સામેલ થયા છે. બેઠકમાં પાર્ટીના પાંચ અન્ય એમએલસી પણ પહોંચ્યા હતા.

અહેવાલ અનુસાર, યેદિયુરપ્પાએ આજે પોતાની પાર્ટી કેજીપીની પહેલી બેઠક બેંગ્લોર સ્થિત પોતાના આવાસમાં બોલાવી હતી. નોંધનીય છે કે ગુરુવારે જગદીશ શેટ્ટાર સરકારના બજેટને રજુ થતું રોકવાની ધમકી આપી હતી.

આ બેઠક દરમિયાન દક્ષિણમાં પહેલી ભાજપ સરકારને સત્તા પરથી હટાવવાના કાર્યની યોજનાને અંતિમ રૂપ આપવાની વાત કરવામાં આવી હતી. ગત મહિને ભાજપ છોડીને કેજીપીની કમાન સંભાળાનારા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે અમે સરકારને બજેટ રજુ કરવા નહીં દઇએ. અમે કેજીપીના કાર્યકારિણીની બેઠકમાં શેટ્ટાર સરકારને સત્તા પરથી હટાવવાના કાર્યની યોજનાને અંતિમ રૂપ આપીશું.

શેટ્ટાર આઠ ફેબ્રુઆરીએ આગામી વર્ષનું બજેટ રજુ કરવાનુ વિચારી રહ્યાં છે. રાજ્યમાં આ વર્ષના મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. યેદિયુરપ્પાએ પત્રકારોને કહ્યું હતું કે આ સરકાર મરી ચુકી છે. રાજ્યમાં તેમની યાત્રા દરમિયાન તેમને જે લોકો મળ્યા તેમણે કહ્યું કે આ સરકારને રહેવા નહીં દઇએ. તે સરકાર પાડવા માટે જરૂરી આંકડા સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યાં છે.

English summary
Former BJP chief minister BS Yeddyurappa decides not to disturb (pull down Jagadih Shettar) BJP govt until the next Assembly Elections scheduled for May 2013 .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X