For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budgam Encounter : બડગામમાં સુરક્ષા દળ અને આતંકી વચ્ચે ઘર્ષણ, બે ઉપદ્રવી ઠાર

Budgam Encounter : બડગામ જિલ્લા કોર્ટ સંકુલની નજીક સેના અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા એક વિશેષ ઇનપુટને બેરિકેડ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

Budgam Encounter : મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લા અદાલતના પરિષર પાસે સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થઇ હતી. આ ઘર્ષણમાં બે આતંકી ઠાર કરાયા હતા. સુરક્ષા દળોને તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળ્યા હતો. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Budgam Encounter

આ ઘટનાની માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બડગામ જિલ્લા કોર્ટ સંકુલની નજીક સેના અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા એક વિશેષ ઇનપુટને બેરિકેડ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ વાતની બાતમી મળતા જ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

ADGP કાશ્મીર વિજય કુમારે આ ઘટના અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, બંને આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. જેમાં અરબાઝ મીર અને શાહિદ શેખનો સમાવેશ થાય છે. બંને પુલવામાના રહેવાસી હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. તાજેતરના એન્કાઉન્ટરમાં બંને આતંકીઓ ફરાર થઈ ગયા હતા.

રવિવારના રોજ ફરાર થયા હતા આતંકીઓ

આ પહેલા રવિવારના રોજ આ વર્ષની પ્રથમ એન્કાઉન્ટર બડગામ જિલ્લાના રેડબગ મગામ વિસ્તારમાં થઈ હતી. આ અથડામણમાં આતંકીઓ છટકીને ભાગવામાં સફળ થયા હતા. શરૂઆતમાં બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો, પરંતુ થોડા સમય બાદ બીજી બાજુથી ગોળીબાર બંધ થઈ ગયો હતો.

આતંકીઓને ભાગવાની તક ન મળે, તે માટે સુરક્ષા દળોએ મોરચો સંભાળી રાખ્યો હતો. લાંબા સમય બાદ પણ બીજી બાજુથી કોઈ ગોળીબાર ન થયો હતો. જે બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન ખબર પડી કે ઘેરાયેલા આતંકીઓ ભાગી ગયા છે.

English summary
Budgam Encounter : Clash between security forces and terrorists in Budgam, two terrorists shot dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X