For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અન્નદાતા'ને 'ઉર્જાદાતા' બનાવવાને લઈ નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે કર્યું આ મોટું એલાન

'અન્નદાતા'ને 'ઉર્જાદાતા' બનાવવાને લઈ નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે કર્યું આ મોટું એલાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના પહેલા ફુલ ટાઈમ મહિલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કરતા 2019-20ના બજેટમાં ખેડૂતો માટે કેટલીક ઘોષણા કરી છે. નાણામંત્રી સીતારમણે કહ્યું કે, 'અમે કૃષિના બુનિયાદી માળખામાં વ્યાપક રૂપે રોકાણ કરીશું. અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પર કામ થશે. ખેડૂતોના ઉત્પાદનથી જોડાયેલ કામમાં પ્રાઈવેટ ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવામાં આવશે.'

અન્નદાતાને ઉર્જાદાતા બનાવાશે

અન્નદાતાને ઉર્જાદાતા બનાવાશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યું કે અમે ખેડૂતોની ઉપજ વધારવા ઉપરાંત પ્રાઈવેટ ઉદ્યમિતાનું સમર્થન કરશું અને જેનાથી ખેડૂતોના ઉત્પાદનમાં વધારાને સુવિધા મળશે. આની સાથોસાથ ખેડૂતો માટે સહયોગી ગતિવિધિઓ પર બળ આપવામાં આવશે, જેમ કે વાંસ, લાકડી અને નવીકરણીય ઉર્જા પેદા કરવાના અવસર પણ ઉપલબ્ધ કરાવશું. તેમણે કહ્યું કે અન્નદાતાને ઉર્જાદાતા કેમ ન બનાવી શકાય?

કૃષિની સંરચનામાં રોકાણ વધારવામાં આવશે

કૃષિની સંરચનામાં રોકાણ વધારવામાં આવશે

નાણા મંત્રીએ પોતાના બજેટમાં ખેડૂતો માટે મોટું એલાન કર્યું કે, 'કૃષિની સંરચનામાં રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. 10 હજાર નવા કિસાન ઉત્પાદક સંઘ બનશે. કોર્પોરેટિવ દ્વારા ડેરી ઉદ્યોગને પ્રોત્સાહનનો પ્રસ્તાવ છે. કૃષિ સંરચનામાં પણ મોટા રોકાણનું લક્ષ્ય છે. જીરો બજેટ ફાર્મિંગ દ્વારા ખેડૂતોની આવક બેગણી કરવામાં મદદ મળશે.'

આશા, વિશ્વાસ અને આકાંક્ષાથી આપણે 50 ખરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનીશુઃ સીતારમણઆશા, વિશ્વાસ અને આકાંક્ષાથી આપણે 50 ખરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનીશુઃ સીતારમણ

ખેડૂતોની આવક બેગણી કરવાની કોશિશ

ખેડૂતોની આવક બેગણી કરવાની કોશિશ

નાણામંત્રીએ કહ્યું કે, 'ખેડૂતોના જીવન અને વ્યવસાય આસાન બનાવવા માટે કામ કરવામાં આવશે. આઝાદીની 75મી વર્ષગાંઠ સુધી ખેડૂતોની આવક બેગણી કરવાની કોશિશ થશે.' નિર્મલા સીતારમણે કહ્યું કે, 2024 સુધી ગામના દરેક ઘરમાં પાણી પહોંચાડવામાં આવશે. જેમાં દરેક ઘરમાં ટાકાથી પાણી પહોંચાડવામાં આવશે. આ કામ જળ જીવન મિશન અંતર્ગત કરવામાં આવશે. આમાં દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાની કોશિશ રહેશે.

English summary
Budget 2019: finance minister's special announced for farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X