For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2021: બજેટ પર જીજ્ઞેશ મેવાણીએ ઉઠાવ્યા સવાલ, કોંગ્રેસે કર્યા પ્રહાર

વિપક્ષે આ બજેટને સામાન્ય અને ખાનગીકરણની રાહ પકડરનારુ ગણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Opposition parties' reaction to the budget 2021, નાણામંત્રી નિર્મલા સીતારમણે(Nirmala sitharaman) વર્ષ 2021-22 માટે આજે સંસદમાં બજેટ(Budget 2021) રજૂ કર્યુ. આ વખતના બજેટમાં આરોગ્ય અને વિનિવેશ પર સૌથી વધુ જોર આપવામાં આવ્યુ છે. જ્યાં સરકાર તરફથી આ બજેટને ઐતિહાસિક ગણવામાં આવ્યુ છે ત્યાં વિપક્ષે આ બજેટને સામાન્ય અને ખાનગીકરણની રાહ પકડરનારુ ગણાવ્યુ છે. અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)એ કહ્યુ કે સ્થિતિ અસામાન્ય, ખાનગીકરણ સરકાર ઈચ્છે છે. વળી, સીપીએમ નેતા મોહમ્મદ સલીમે આ બજેટની તુલના OLX સાથે કરી છે.

jignesh mewani

જિગ્નેશ મેવાણીએ ખાનગીકરણ પર ઉઠાવ્યા સવાલ

ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ કેન્દ્ર સરકારના બજેટની ટીકા કરી છે. તેમણે કહ્યુ કે બજેટમાં અત્યાર સુધી મે માત્ર ખાનગીકરણ, ખાનગીકરણ અને ખાનગીકરણ જેવા શબ્દો જ સાંભળ્યા, દેશની વર્તમાન સરકાર ભારતની પરિસંપત્તિઓને મુઠ્ઠીભર લોકોને વેચવાની ઈચ્છા ધરાવે છે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021માં રેલવે, એરપોર્ટ અને બંદરગાહોનુ ખાનગીકરણ કરવાની વાત કહી છે.

અધીર રંજને કહ્યુ દેશ ખાનગીકરણ તરફ જઈ રહ્યો છે

વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ બજેટ પર પ્રતિક્રિયા આપીને કહ્યુ કે અમને આશા હતી કે અસામાન્ય સ્થિતિમાં જ્યારે બજેટ રજૂ થશે તો તેમાં અસામાન્ય પગલા લેવાની ઝલક મળશે. પરંતુ સરકાર અસાધારણ સ્થિતિમાં બહુ સાધારણ અને ખાનગીકરણ રાહ પકડીને ખુદને બચાવવા માંગે છે. અમુક રાજ્યોમાં ચૂંટણી છે માટે તેમણે વોટ માટે રસ્તો બનાવ્યો. તેમણે પૈસા ખર્ચ કરવાની વાત કહી પરંતુ આપણને કોઈ અનુદાન મળ્યુ નથી. અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે આપણને આશા હતી કે તે ગરીબોની મદદ કરવા માટે રોકડ આપશે પરંતુ આવુ કંઈ ન થયુ. સરકાર વિચારે છે કે વિનિવેશ, ખાનગીકરણ કરીને દેશને વેચી દેવો જોઈએ. આ સામાન્ય બજેટ સાથે સાથે ઘણા બધા બોજ આપણી પર નાખવામાં આવ્યા છે જે નહોતા નાખવા જોઈતા. સરકાર આજે જે રસ્તા પર જઈ રહી છે તે સીધો ખાનગીકરણ તરફ જઈ રહ્યો છે.

શશિ થરૂરે કરી મજાક

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે ટ્વિટ કરીને બજેટ પર કેન્દ્ર સરકારની મજાક કરી છે. શશિ થરુરે પોતાના ટ્વિટમાં લખ્યુ કે દેશમાં સત્તાધારી ભાજપ સરકાર મને એ ગેરેજમાં મિકેનિકની યાદ અપાવે છે જે પોતાના ગ્રાહકને કહે છે કે હું તમારી બ્રેક તો ઠીક ન કરી શક્યો એટલા માટે મે તારુ હૉર્ન મોટુ કરી દીધુ છે. કેન્દ્ર સરકારના બજેટ વિષે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યુ છે.

પ્રશાંત ભૂષણે બજેટ પર સાધ્યુ નિશાન

પ્રશાંત ભૂષણે પોતાના ટ્વિટમાં લખ્યુ, 'નાણામંત્રી નિર્મલા સીતારમણે ખાનગી વેક્સીન કંપનીઓ પર 35 હજાર કરોડ રૂપિયા એ વખતે ખર્ચ કરવાનુ એલાન કર્યુ છે જ્યારે દેશમાં કોરોના વાયરસના કેસ નીચે જઈ રહ્યા છે. પરંતુ આ પૈસાને નોકરી ગુમાવી ચૂકેલ શ્રમિકો અને ખેડૂતોના પાક પર એમએસપી માટે ન આપી શકાય. વાહ નાણામંત્રી સાહિબા.' તમને જણાવી દઈએ કે બજેટ 2021માં નાણામંત્રીએ આરોગ્ય બજેટમાં 137 ટકાના વધારાનુ એલાન કર્યુ છે. ગયા વર્ષે લગભગ 95 હજાર કરોડ રૂપિયાના મુકાલબલે આ વર્ષે સવા બે લાખ કરોડ રૂપિયાનુ કરવામાં આવ્યુ આરોગ્ય બજેટ.

ભારતના આત્મવિશ્વાસને વધારનારુ બજેટ છેઃ પીએમ મોદીભારતના આત્મવિશ્વાસને વધારનારુ બજેટ છેઃ પીએમ મોદી

English summary
Budget 2021: Jignesh Mewani raises questions on budget, Congress reaction on budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X