For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget Session: રાષ્ટ્રપતિના અભિભાષણથી લઈને બજેટ રજૂ થવા સુધી બંને ગૃહોમાં નહિ હોય કોઈ 'શૂન્ય કાળ'

રાષ્ટ્રપતિના અભિભાષણથી લઈને બજેટ રજૂ થવા સુધી બંને ગૃહોમાં નહિ હોય કોઈ 'શૂન્ય કાળ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે, 1 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં બજેટ 2022 રજૂ કરવા જઈ રહ્યા છે. કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે કેન્દ્રીય બજેટથી સામાન્ય વ્યક્તિથી લઈને ખાસ વ્યક્તિઓને આશા છે. આ ક્રમમાં 31 જાન્યુઆરીએ રાષ્ટ્ર્પતિ રામનાથ કોવિંદ સંસદને સંબોધિત કરશે ત્યારબાદ બજેટ સત્રની શરુઆત થશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ 17મી લોકસભાના 8માં સત્રના પહેલા બે દિવસ દરમિયાન બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ અને સંઘ બજેટની રજૂઆતના કારણે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી, 2022ના રોજ કોઈ 'શૂન્ય કાળ' નહિ હોય.

sansad

શું હોય છે શૂન્ય કાળ?

ઝીરો અવર એટલે શૂન્ય કાળ ભારતની સંસદમાંથી જ નીકળેલો એક આઈડિયા છે.તમે આના જનક ભારતને જ કહી શકો છો. જો કે સંસદની કાર્યવાહીની પ્રક્રિયામાં શૂન્ય કાળનો ઉલ્લેખ નથી પરંતુ આની શરુઆત સંસદના પહેલા દશકમાં થઈ હતી. ઝીરો અવર પહેલા સંસદમાં બપોરે 1 વાગે લંચ થતો હતો જેના એક કલાક પહેલા એટલે 12 વાગે સાંસદોને કોઈ પૂર્વ નોટિસ વિના રાષ્ટ્રીય મુદ્દાઓ ઉઠાવવાનો સારો મોકો મળી જતો હતો. ધીમે-ધીમે આ એક કલાકનો સમય ઝીરો અવર એટલે કે શૂન્ય કાળ તરીકે ઓળખાવા લાગ્યો.

ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરીએ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં વર્ષ 2022નુ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. કોરોના વાયરસ, મોંઘવારી સહિત ઘણા મુદ્દાઓને લઈને લોકોમાં આ બજેટથી ઘણી આશાઓ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ લોકસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. સંસદમાં હાજર બધા સભ્યો સહિત અન્ય બધા લોકોને બજેટની ડિજિટલ કૉપી આપી દેવામાં આવશે. તેને મોબાઈલ એપના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે પેપરલેસ બજેટ માટે કેન્દ્ર સરકારે યુનિયન બજેટ મોબાઈલ એપ બનાવી હતી.

English summary
Budget Session: No zero hour in both the houses on 31 January and 1 February
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X