આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, આર્થિક સર્વે રજૂ કરાશે
નવી દિલ્હીઃ આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે આર્થિક સર્વે 2019-20ને સંસદમાં રજૂ કરશે. જણાવી દઈએ કે વર્ષ 2015-16 બાદ આ પહેલો અવસર છે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ શનિવારે સંસદમાં બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે બજેટ રજૂ થયાના એક દિવસ પહેલા આર્થિક સર્વેને સંસદમાં રજૂ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે પહેલા ફેબ્રુઆરીના અંતમાં બજેટ રજૂ કરવામાં આવતું હતું, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં તેને 1 ફેબ્રુઆરીએ રજૂ કરવાનો ફેસલો લીધો. જે બાદથી એક નવી પરંપરાની શરૂઆત થઈ અને હવે બજેટને 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે.

પરંપરા બદલાઈ ગઈ
જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવું છેકે બજેટ રજૂ કરવાથી બજેટની આખી પ્રક્રિયા 31 માર્ચ સુધી સમાપ્ત થઈ જશે, જે હિસાબે તેને 1 એપ્રિલથી નવા વર્ષમાં લાગૂ કરવામાં આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટ સત્રને બે તબક્કામાં આયોજિત કરવામાં આવશે. પહેલા સત્રમાં 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર થશે જ્યારે તે બાદ બીજા તબક્કાની શરૂઆત 2 માર્ચથી થશે અને આ 3 એપ્રિલે પૂર્ણ થશે.

સરકાર સામે મુશ્કેલ પડકાર
બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્ણલા સીતારમણ સમક્ષ જે સૌથી મોટો પડકાર છે એ દેશમાં બેરોજગરીનો માર છે અને અર્થવ્યવસ્થા સુસ્ત પડેલી છે, જે હિસાબે તેમણે હાલના બે મહત્વના સંકટથી દેશને બહાર કાઢવો સૌથી મોટો પડકાર છે. હાલના નાણાકીય વર્ષની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી વિકાસ દર 4.5 ટકાથી પણ ઓછો રહ્યો છે. જે હિસાબે સરકાર માટે આ મોટો પડકાર હશે કે એવું બજેટ લઈને સામે આવે જેનાથી લોકોને રાહત મળે અને દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળે.

ક્યારે જાહેર થાય છે
સરકાર બજેટ દ્વારા તમામ ક્ષેત્રોમાં કરવામાં આવેલ ખર્ચ અને રાજસ્વ પ્રાપ્તિનો રિપોર્ટ આપે છે. સરકાર દેશને જણાવે છે કે તેમણે કઈ-કઈ યોજનાઓ પર વર્ષભરમાં કેટલો ખર્ચ કરવાનો છે અને તેની બધી જાણકારી આ બજેટમાં હોય છે. પહેલાની જેમ ફરી એકવાર રેલ બજેટને સામાન્ય બજેટનો ભાગ કરી દેવામાં આવ્યો છે. 1 એપ્રિલ 2017ના રોજ ફરી એકવાર રેલ બજેટને સામાન્ય બજેટમાં સામેલ કરી દેવામાં આવ્યું છે. જનરલ બજેટને ફેબ્રુઆરીમાં અંતિમ સંસદીય કાર્યકારી દિવસે રજૂ કરવામાં આવતું હતું. વર્ષ 2000 સુધી બજેટ સાંજે 5 વાગ્યે રજૂ થતું હતું. અગાઉ બ્રિટિશ શાસન કાળમાં ભારતનું બજેટ બ્રિટનમાં બપોરે પાસ થયું હતું, જે બાદમાં બદલીને 5 વાગ્યે કરી દેવામાં આવ્યો. વર્ષ 2001માં એનડીએના શાસન કાળમાં ભાજપના નાણામંત્રી યશવંત સિંહે આ પરંપરાને બદલતા બજેટ રજૂ કરવાનો સમય બદલીને સવારે 11 વાગ્યાનો કરી દીધો. જ્યારે મોદી સરકારે જનરલ બજેટ રજૂ કરવાનો સમય 1 ફેબ્રુઆરી નક્કી કરી દીધો છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને આંતરરાષ્ટ્રીય સંકટ ઘોષિત કર્યું