સૌનો સાથ સૌનો વિકાસ છે સરકારનું લક્ષ્ય: પ્રણવ મુખર્જી

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હી ખાતે મંગળવારથી સંસદમાં બજેટ શત્ર શરૂ થશે. સત્રની શરૂઆત માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે બન્ને સદનોને સંયુક્ત રીતે સંબોધિત કર્યા હતા. પરંપરાગત રીતે તેમની બગ્ગીમાં બેસીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે 11 વાગે સંસદ ભવનના સેન્ટ્રલ હોલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનુંં સ્વાગત કર્યું હતું.  નોંધનીય છે કે આજે આર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પહેલા ભાગ 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો ભાગ 9 માર્ચથી શરૂ થઇને 12 એપ્રિલ 2017 સુધી ચાલશે. અને સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે.

Paranav

ત્યારે આજના ભાષણમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કહ્યું હતું કે સરકારનો લક્ષ્ય છે કે સૌનો વિકાસ સૌનો સાથ. નોંધનીય છે કે તેમણે તેમના ભાષણમાં સરકારની નીતીઓના લેખા જોખા રજૂ કરી સરકારની કાર્યવાહીની વખાણી હતી. જેમાં તેમણે કહ્યું કે...

 • બેકિંગ સિસ્ટમમાં ગરીબોને જોડવામાં આવ્યા છે.
 • 1.2 કરોડ લોકોએ ગેસ સબસીડી છોડી છે
 • ગરીબોના 26 કરોડ જન-ધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.
 • મુદ્રા યોજના દ્વારા ગરીબોને લોન આપવામાં આવી રહી છે.
 • મહિલા ઉદ્યમીઓને આગળ આવવામાં મદદ મળી છે
 • સારા સ્વાસ્થ માટે સ્વચ્છ ભારત અભિયાન જરૂરી છે.
 • ઉજ્જવલા યોજનાથી 1.5 કરોડ ગરીબોને ફ્રી ગેસ કેનેક્શન આપવામાં આવ્યું છે.
 • ગ્રામ જ્યોતિ યોજનાથી ગામડાઓમાં ઇલેક્ટ્રીસિટી આપવામાં આવી છે.
 • રિકોર્ડ સમયમાં 11 હજારથી વધુ ગામોને વિજળી મળી છે.
 • ઇંદ્ર ધનુષ યોજનાથી 55 લાખ બાળકોને મદદ મળી છે.
 • ખેડૂતોને બીજ અને કીટનાશક યોગ્ય રીતે મળે તે માટે સોયલ હેલ્થ કાર્ડ યોજના લાવવામાં આવી છે.
 • પાક વીમા યોજનાથી ખેડૂતોને રાહત મળી, ખરીફ પાકમાં પણ 6 ટકાનો વધારો, ખેડૂતોને ક્રેટિડ કાર્ડ આપવામાં આવ્યું.

જો કે રાષ્ટ્રપતિનું ભાષણ ચાલુ હતું ત્યારે કેરલના ભૂતપૂર્વ વિદેશ રાજ્યમંત્રી ઇ એહમદને હદયરોગનો હુમલો આવતા તે ઢળી પડ્યા હતા. જે બાદ તેમને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.

તો બીજી તરફ  આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ શરૂ થયા પહેલા તમામ પક્ષોને આ સત્ર સુચારું રૂપે ચાલે તે માટે અપીલ કરી હતી. અને તેમને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇને યાદ કરતા કહ્યું કે પહેલા સાંજે 5 વાગે બજેટ રજૂ થતું હતું. પણ અટલજીની સરકારના આવવાથી પરિવર્તન આવ્યું અને સત્ર શરૂ થવાની સાથે જ બજેટ રજૂ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આ પહેલી વાર છે જ્યારે 1 ફેબ્રુઆરીએ રેલ અને સામાન્ય બજેટ બન્ને સાથે રજૂ કરવામાં આવી રહ્યા છે.

English summary
Budget session starts today. Prime minister Narendra modi said the parliament should move smoothly.
Please Wait while comments are loading...