મુંબઇના ડોંબીવલીમાં આઠ માળની બિલ્ડિંગ ધરાશયી

મળતી માહિતી અનુસાર, ડોંબીવલી ખાતે ધરાશયી થયેલી બિલ્ડિંગમાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બિલ્ડિંગ ધરાશયી થઇ હોવાના અહેવાલ મળતાની સાથે જ પોલીસની ટૂકડીઓ અને ફાયર બ્રીગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.
બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર ઇજાગ્રસ્તોને ઠાણેની સિવિલ હોસ્પિટલ અને શિવાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યાં છે. આ 8 માળની બિલ્ડિંગનું નિર્માણ ચાર મહિના પહેલા જ પૂર્ણ થયું છે અને તે એક રહેવાસી વિસ્તારમાં આવેલી છે, જો કે હજુ સુધી આ બિલ્ડિંગ ધરાશયી થવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળી રહ્યું નથી.












Click it and Unblock the Notifications
