સિકંદરાબાદમાં બે માળની હોટલ ધરાશય, 6ના મોત
હૈદ્રાબાદ, 8 જુલાઇ: આંધ્ર પ્રદેશના સિકંદરાબાદમાં સોમવારે સવારે એક હોટલની બે માળની બિલ્ડિંગ ધરાશય થઇ જતાં ઓછામાં ઓછા 6 લોકોના મોત નિપજ્યાં જ્યારે 11 લોકોને ઇજા પહોંચી છે.
હૈદ્રાબાદ પોલીસ કમિશ્નર અનુરાગ શર્માએ કહ્યું હતું કે બિલ્ડિંગ ઢળી પડતાં અત્યાર સુધી છ લોકોના મોત નિપજ્યાં હોવાની માહિતી મળી છે અને અન્ય 11 લોકોને ઇજા પહોંચી છે. સિકંદરાબાદના આરપી રોડ પર આવેલી સિટી લાઇવની બે માળની બિલ્ડિંગ સવારે સાડા છ વાગે ઢળી પડી હતી.
પોલીસ ગ્રેટર હૈદ્રાબાદ નગર નિગમના અધિકારી, ફાયરબ્રિગેડ વિભાગ અને સીઆઇએસએફના જવાનો કાટમાળ હટાવવાનો તથા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત તથા બચાવ કાર્યમાં લાગેલા છે. હૈદ્રાબાદ પોલીસના પ્રમુખે ઘટનાસ્થળની મુલાકત લીધા બાદ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

તેમને જણાવ્યું હતું કે હોટલના રસોડાવાળા સ્થળે કાટમાળમાં વધુ લોકો દબાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળ પર હાજર જીએચએમસીના કમિશ્નર એમ ટી કૃષ્ણબાબૂએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કેટલીક જૂની બિલ્ડિંગો આવેલી છે અને તેમના માલિકોને આ અંગે નોટીસ જાહેર કરવામાં આવી છે. તેમને કહ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી આ બિલ્ડિંગનો સમાવેશ આ યાદીમાં છે કે નહી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
