For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરાડી મોત કેસઃ ‘11 મોત' નો મોટો સુરાગ મળ્યો, સીસીટીવી ફૂટેજ મળ્યા

દિલ્હીના બુરાડીમાં ઘરની અંદર એક જ પરિવારના 11 સભ્યોના શબ મળ્યા બાદ હવે આ કેસમા સતત નવા અને ચોંકવાનારા ખુલાસા થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના બુરાડીમાં ઘરની અંદર એક જ પરિવારના 11 સભ્યોના શબ મળ્યા બાદ હવે આ કેસમા સતત નવા અને ચોંકવાનારા ખુલાસા થઈ રહ્યા છે. જે પરિસ્થિતિમાં ઘરની અંદર 11 લોકોના શબ મળ્યા, તે જોઈને.... સાંભળીને દરેક જણ હતપ્રભ છે. મામલામાં અંધવિશ્વાસની ઘણી કડીઓ સામે આવ્યા બાદ હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલિસની ક્રાઈમ બ્રાન્ચ ટીમને સીસીટીવી ફૂટેજથી ખૂબ જ મહત્વની જાણકારી મળી છે.

શું છે સીસીટીવી ફૂટેજમાં?

શું છે સીસીટીવી ફૂટેજમાં?

ક્રાઈમ બ્રાન્ચ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ કે આ મામલે પોલિસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે તે મુજબ, ‘રાતે લગભગ 10 વાગીને 40 મિનિટે એક ડિલીવરી મેન ભોજનની ડિલીવરી માટે ઘરે આવ્યો હતો. ડિલીવરીમેને ભોજન ડિલીવર કર્યા બાદ પરિવારનો કોઈ સભ્ય ના તો ઘરમાંથી બહાર આવ્યો કે ના કોઈ અંદર ગયુ.' પોલિસનું માનવુ છે કે ઘટનાવાળી રાતે ઘરમાં જમવાનું નહોતુ બનાવાયુ અને આખો પરિવાર બહારથી મંગાવીને જમ્યા હતા.

ઈન્ટરનેટ સર્ચ હિસ્ટ્રી મેળવી રહી છે પોલિસ

ઈન્ટરનેટ સર્ચ હિસ્ટ્રી મેળવી રહી છે પોલિસ

પોલિસનું કહેવુ છે કે 11 મૃતકોમાંથી એક પ્રિયંકાની સગાઈ 17 જૂને થઈ હતી અને ડિસેમ્બર મહિનામાં તેના લગ્ન થવાના હતા. પોલિસ તે યુવકના પરિવારની પણ પૂછપરછ કરી શકે છે જેની સાથે પ્રિયંકાના લગ્ન થવાના હતા. હાલમાં પોલિસ પરિવારના સભ્યોની કોલ ડિટેઈલ અને ઈન્ટરનેટ પર સર્ચ હિસ્ટ્રીની જાણકારી મેળવી રહી છે. પોલિસનુ માનવુ છે કે પરિવારની કોલ ડિટેઈલ અને ઈન્ટરનેટની સર્ચ હિસ્ટ્રીથી આ મામલે કંઈક વધુ જરૂરી સુરાગ મળી શકે છે.

રજિસ્ટરમાં જે લખ્યુ છે તે ક્યાંથી મળ્યુ?

રજિસ્ટરમાં જે લખ્યુ છે તે ક્યાંથી મળ્યુ?

આ તથ્યો ઉપરાંત પોલિસ તપાસ કરી રહી છે કે ઘટનાસ્થળેથી મળેલા રજિસ્ટરમાં જે નોટ લખેલી મળી છે તે કોના હેન્ડ રાઈટિંગમાં છે. તે નોટમાં પરિવારના જ કોઈ સભ્યના હેન્ડ રાઈટિંગ છે કે કોઈ બીજાએ તે નોટ લખી છે. પોલિસનુ કહેવુ છે કે તે એ વાતની પણ જાણકારી મેળવી રહી છે કે આ નોટ કેમ લખવામાં આવી અને આ પ્રકારની જાણકારી પરિવારને ક્યાંથી મળી. હાલમાં પોલિસ કેસના દરેક પાસાં પર બારીકાઈથી તપાસ કરી રહી છે.

English summary
Burari Death Case: A Delivery Man Came To House On Incident Night, Delhi Police Found CCTV Footage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X