For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરાડી મોત કેસઃ 11 લાશો પાસે મળેલા મોતના એ રજિસ્ટરમાં શું લખ્યુ છે?

દેશની રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારમા એક જ પરિવારના 11 લોકોના મોતથી સહુ કોઈ શોકમાં છે. મૃતકોમાં સાત મહિલાઓ અને બે બાળકો પણ શામેલ છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારમા એક જ પરિવારના 11 લોકોના મોતથી સહુ કોઈ શોકમાં છે. મૃતકોમાં સાત મહિલાઓ અને બે બાળકો પણ શામેલ છે. પોલિસની પ્રારંભિક તપાસમાં મોત પાછળ અંધવિશ્વાસ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતના રહસ્ય પરથી પડદો ઉઠી શકશે. ઘરની આસપાસ રહેતા લોકોની માનીએ તો પરિવારમાં ઘણી વાર ધાર્મિક અનુષ્ઠાન થતા રહેતા હતા. પોલિસના ઘટના સ્થળેથી બે રજિસ્ટર મળ્યા છે જેમાં એક પર હાથેથી લખેલી નોટ છે જે આ 11 મોત અંગે ઘણુ બધુ કહી જાય છે.

રજિસ્ટારમા લખ્યુ છે આ બધુ

રજિસ્ટારમા લખ્યુ છે આ બધુ

પોલિસને ઘટના સ્થળેથી જે હસ્તલિખિત નોટ મળી છે તેમાં લખ્યુ છે, "પરમાત્મામાં લીન થઈ રહ્યા છે. આંખો બંધ કરી રહ્યા છે જેથી ભારે અને ખરાબ વસ્તુઓ ન દેખાય. કાનોમાં રૂ લગાવ્યુ છે જેથી ખરાબ વાતો ન સાંભળી શકીએ. આંખો અને મોઢુ ઢાંકી દેવાથી વ્યક્તિ પોતાના ડર પર વિજય મેળવી લે છે. જો 11 સભ્યોનો સમૂહ આ અનુષ્ઠાનોને કરે તો બધી મુશ્કેલીઓ સરળ બની જશે અને મોક્ષ મળી જશે. માનવ શરીર અસ્થાઈ છે પરંતુ આત્મા હંમેશા રહે છે. પોતાનો અંત કરી લેવાથી શાંતિ મળે છે."

જેવુ રજિસ્ટરમાં લખ્યુ છે તેવી જ હાલત

જેવુ રજિસ્ટરમાં લખ્યુ છે તેવી જ હાલત

પોલિસ અધિકારીઓનું કહેવુ છે કે ઘટના સ્થળેથી જે રજિસ્ટર મળ્યુ છે તેમાં એ પણ લખ્યુ છે કે મોઢા પર ટેપ કેવી રીતે લગાવવાની છે. કાનોમાં રૂ કેવી રીતે લગાવવાનું છે. મોઢા પર રૂમાલ કેવી રીતે બાંધવાનો છે. ત્યારબાદ શું શું કરવાનું છે. બધુ રજિસ્ટરમાં લખ્યુ છે. પોલિસનું કહેવુ છે કે જે રીતે વાતો રજિસ્ટરમા લખી છે ઘટના સ્થળેથી તે જ હાલતમાં શબ મળ્યા છે. મૃતદેહો પાસે રૂ નું પેકેટ, ડૉક્ટર ટેપ અને સ્ટુલ મળી આવ્યા છે. ઘરનો આખો સામાન પોતાની જગ્યાએ જેમનો તેમ જ રાખેલો છે.

કોના દિમાગની ઉપજ છે આ?

કોના દિમાગની ઉપજ છે આ?

મામલાની તપાસ કરી રહેલ પોલિસ અધિકારીઓનું માનવુ છે કે આ બધુ પરિવારના બે સભ્યોના દિમાગની ઉપજ હોઈ શકે છે. પડોશીઓએ જણાવ્યુ કે પરિવારનો સભ્ય ભુવનેશ ઉર્ફે ભૂપી ઘણો ધાર્મિક પ્રવૃત્તિનો હતો અને તંત્ર-મંત્રમાં વિશ્વાસ રાખતો હતો. ભૂપી ઘણીવાર પોતાના ઘરે ભજન-કિર્તન કરાવતો રહેતો હતો. પોલિસ આ પાસાંને ધ્યાનમા રાખીને પણ કેસની તપાસ કરી રહી છે. પોલિસનુ કહેવુ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે કંઈ કહી શકાશે.

English summary
Burari Death Case: Police Found Ragister near 11 Dead Body in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X