For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરાડી કેસ: 11 લોકોના મૌતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી

રાજધાની દિલ્હીના બુરાડીમાં એક જ ઘરમાં 11 લોકોની મૌત મામલે હવે ઘરની સૌથી વૃદ્ધ સદસ્ય નારાયણી દેવીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ચુકી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીના બુરાડીમાં એક જ ઘરમાં 11 લોકોની મૌત મામલે હવે ઘરની સૌથી વૃદ્ધ સદસ્ય નારાયણી દેવીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ચુકી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર નારાયણી દેવીની મૌત ફાંસી પર લટકવાને કારણે થયી છે. આ પહેલા નારાયણી દેવીની મૌત અંગે બધા જ ડોક્ટરો એકમત ના હતા જેને કારણે રિપોર્ટ તૈયાર કરવામાં મોડું થઇ રહ્યું હતું. ડોક્ટરોની ટીમ ઘ્વારા જગ્યાની તપાસ કરી અને એકબીજા સાથે વાતચીત પછી નારાયણી દેવીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ ગુરુવારે દિલ્હી પોલીસને સોંપી દીધી.

ડોક્ટરોની ટીમ ઘ્વારા ઘરની તપાસ પણ કરવામાં આવી

ડોક્ટરોની ટીમ ઘ્વારા ઘરની તપાસ પણ કરવામાં આવી

આ પહેલા મૃતક પરિવારના 10 લોકોની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી હતી તેમાં પણ 10 લોકોની મૌત લટકવાને કારણે થયી હતી. ખરેખર નારાયણી દેવીની લાશ રૂમમાં જમીન પર પડેલી મળી હતી. જેના કારણે તેમની પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર બધા ડોક્ટરોની સહમતી બની રહી ના હતી. જેથી મંગળવારે ડોક્ટરોની ટીમે ઘરની તપાસ પણ કરી. હવે જયારે બધી જ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચુકી છે તેના ઘ્વારા સાફ થઇ ચૂક્યું છે કે બધાની મૌત લટકવાને કારણે થયી હતી.

ફોરેન્સિક જાંચ

ફોરેન્સિક જાંચ

આ મામલે જોઈન્ટ કમિશ્નર આલોક વર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર બધા જ લોકોની મૌત લટકવાને કારણે થયી છે, જેથી આત્મહત્યાની વાત સાબિત થાય છે. તેની સાથે તેમને જણાવ્યું કે આગળની જાંચ ચાલુ છે. બીજી બાજુ દિલ્હી પોલીસે હેન્ડરાઈટિંગ નમૂના ભેગા કરવાનું ચાલુ કર્યું છે જેથી તેઓ જાણી શકે કે ઘરમાં જે રજીસ્ટર મળ્યા છે તે કોણે લખ્યા છે.

5 દિવસથી હતી વિશેષ પૂજાની તૈયારી

5 દિવસથી હતી વિશેષ પૂજાની તૈયારી

દિલ્હી પોલીસને આ કેસમાં અત્યારસુધી જેટલા પણ પુરાવા મળ્યા છે તેના ઘ્વારા આ વાત સ્પષ્ટ છે કે આખો મામલો અંધવિશ્વાસ સાથે જોડાયેલો છે. પોલીસને આ કેસમાં કુલ 4 સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ મળી આવી છે. આ ફૂટેજમાં ચોખ્ખુ દેખાઈ રહ્યુ છે કે ભાટિયા પરિવારની મોટી વહુ સવિતા અને તેની દીકરી નીતુ બહારથી પાંચ સ્ટુલ લઈને ઘરની અંદર જઈ રહ્યા છે. આ એ જ સ્ટુલ છે જે ઘટના બાદ પોલિસને મૃતદેહો પાસેથી મળી આવ્યા હતા. પોલિસ હવે એ વાતની તપાસમાં લાગી છે કે ભાટિયા પરિવારની વહુ સવિતા અને તેની દીકરી નીતુ આ સ્ટુલ ક્યાંથી લાવી હતી.

સાધના માટે શનિવારનો દિવસ પસંદ કર્યો

સાધના માટે શનિવારનો દિવસ પસંદ કર્યો

રજીસ્ટરમાં લખ્યું હતું કે સાધના મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર કોઈ પણ દિવસે કરી શકાય છે. શનિવારને સૌથી સારો દિવસ માનવામાં આવ્યો છે અને રજીસ્ટરમાં લખ્યું છે કે તે સૌથી ઉચિત દિવસ છે. પોલીસનું હાલનું માનવું છે કે રજીસ્ટરમાં લલિતની રાઇટિંગ છે.

રાત્રે 1 વાગ્યા પછી સાધના

રાત્રે 1 વાગ્યા પછી સાધના

રજીસ્ટરમાં લખ્યું હતું કે શનિવારે રાત્રે 1 વાગ્યા પછી સાધના કરવામાં આવશે. સાધના પહેલા નાહવાનું નથી, ફક્ત હાથ અને પગ ધોઈને બેસવાનું છે. ત્યારપછી બધા પોતાના હાથ અને પગ જાતે બાંધશે. વૃદ્ધ માતા વિશે જણાવવામાં આવ્યું કે સાધના માટે તેઓ સ્ટૂલ પર નહીં ચઢી શકે અને વધારે સમય ઉભા પણ નહીં રહી શકે. એટલા માટે તેમની સાધના બીજા રૂમમાં થશે.

બધા મોબાઈલ મંદિર પાસે રાખો

બધા મોબાઈલ મંદિર પાસે રાખો

સાધના પહેલા બધાએ મોબાઈલ સાઇલેન્ટ મોડમાં રાખીને મંદિર પાસે મૂકી દીધા. સાધના સમયે ગળામાં બાંધવા માટે કોણે કઈ ચુનરીનો ઉપયોગ કરવાનો છે તેના વિશે પણ રજીસ્ટરમાં લખ્યું હતું. સાધના સમયે કોઈને પણ ચહેરા પર ડર નહીં હોવો જોઈએ એટલા માટે આંખ અને કાન બંધ કરવા પડશે. મોક્ષ મેળવવા માટે જીવન ત્યાગનું કષ્ટ સહન કરવું પડશે. રજીસ્ટરમાં લખ્યું હતું કે બધા જ લોકો ફાંસી લગાવી લેશે તો ભગવાન પ્રગટ થશે અને બધાને બચાવી લેશે.

English summary
Burari family Deaths, postmortem report Says 77-Year-Old Narayan Devi Died Due To Hanging
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X