For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળમાં બંધ દરમિયાન હિંસા, બસ ડ્રાઈવરોએ પણ પહેરી લીધા હેલ્મેટ

પશ્ચિમ બંગાળમાં બંધ દરમિયાન હિંસા, બસ ડ્રાઈવરોએ પણ પહેરી લીધા હેલ્મેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપે આજે પશ્ચિમ બંગાળમાં 12 કલાકના બંધનું એલાન કર્યું છે. એવામાં બંધને પગલે રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. 4000 જેટલા પોલીસકર્મીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત 427 સૈન્ય દળ અને સ્પેશિયલ કન્ટ્રોલ રૂમની પણ રચના કરવામાં આવી છે, આ તમામ વ્યવસ્થા છતાં બંધે હિંસાત્મક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે પશ્ચિમ બંગાળની સરકારી બસોના ડ્રાઈવરોએ સુરક્ષા માટે હેલ્મેટ પહેરી લીધા છે. આગળ જાણો શા મેટ ભાજપે બંધનું એલાન કર્યું?

શા માટે ભાજપે બંધનું એલાન કર્યું?

શા માટે ભાજપે બંધનું એલાન કર્યું?

ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે ઈસ્લામપુરમાં પોલીસ અને વિદ્યાર્થીઓ સાથે થયેલ ઘર્ષણમાં બે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. દરિવિત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણીત સહિતના વિષયોના શિક્ષની જરૂર હોવાની માગણી કરી હતી પરંતુ સ્કૂલના ડિસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટરે બે ભાષાના જ શિક્ષકો મોકલ્યા હતા, જે બાદ વિદ્યાર્થીઓએ વધુ શિક્ષકની જરૂર હોય આંદોલન કર્યું હતું. દરમિયાન કથિત રીતે ફાયરિંગમાં બે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. ડિસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મમતા બેનરજીએ શું કહ્યું?

મમતા બેનરજીએ શું કહ્યું?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે ઈસલામપુર હિંસામાં પોલીસે ઓપન ફાયર નહોતું કર્યું અને બે વિદ્યાર્થીઓના મૃત્યુ પાછળ પોલીસ જવાબદાર નહોતી. મમતા બેનરજીએ કહ્યું કે ભાજપને સંસ્કૃતના શિક્ષકો સાથે કાંઈ સમસ્યા નથી તો ઉર્દુના શિક્ષકો સામે શું વાંધો છે? વિદ્યાર્થીઓને ભાજપની જાળમાં ન ફસાવવાની અપીલ કરી હતી.

આંદોલન ઉગ્ર બન્યું

આંદોલન ઉગ્ર બન્યું

બીજી બાજુ લેફ્ટ પાર્ટીના યુથ વિંગે બે વિદ્યાર્થીઓના મૃત્યુના વિરોધમાં આંદોલન તેજ કર્યું અને સીએમ મમતા બેનરજી અને રાજ્ય શિક્ષણ મંત્રીના રાજીનામાંની માગણી કરી છે. બીજી બાજુ મૃત્યુ પામનાર બંને વિદ્યાર્થીના પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. મૃતકોના પરિજનો અને આંદોલનકારીઓએ આ મામલાની સીબીઆઈ તપાસ કરાવવાની માગણી કરી છે.

પોલીસે ફાયર નહોતું કર્યું?

પોલીસે ફાયર નહોતું કર્યું?

જણાવી દઈએ કે હિંસા દરમિયાન પૂર્વ વિદ્યાર્થી રાજેશ સરકારને પીઠ પર ગોળી વાગતા તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો જ્યારે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તપસ બર્મનને ગોળી વાગતાં નોર્થ બેંગાલ મેડિકલ કોલેજે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. સ્થાનિકોએ દાવો કર્યો કે પોલીસે ઓપન ફાયર કર્યું હતું. વિપક્ષે કહ્યું કે જો આંદોલનકીરઓ પાસે હથિયાર હતાં તો પોલીસે તેમની ધરપકડ કરવી જોઈતી હતી.

ભાજપે લગાવ્યો ગંભીર આરોપ

ઇસ્લામપુર ગોળીકાંડ વિરોધમાં ભાજપનું બંગાળ બંધ, તોડફોડ ઇસ્લામપુર ગોળીકાંડ વિરોધમાં ભાજપનું બંગાળ બંધ, તોડફોડ

English summary
Bus drivers weraring helmet in Bengal as BJP bandh turns violent in west Bengal. here is why bjp protesting against banerjee government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X