For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવું વાહન ખરીદવા પર ઈન્સ્યોરન્સના 24000 ચૂકવવા પડશે!

જેથી 1લી સપ્ટેમ્બરથી નવી કાર ખરીદતા તમામ ગ્રાહકોએ ઈન્સ્યોરન્સનું 24,000 સુધીનું અને બાઈક ખરીદતા ગ્રાહકોએ13,000 રૂપિયા સુધીનું પ્રીમિયમ ચૂકવવું પડશે.

|
Google Oneindia Gujarati News

જો નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ મુજબ 1લી સપ્ટેમ્બર પછીથી વેચવામાં આવનાર તમામ વાહનો પર લૉન્ગ ટર્મ થર્ડ પાર્ટી જનરલ ઈન્સ્યોરન્સ ઑફર કરવામાં આવશે. જેથી 1લી સપ્ટેમ્બરથી નવી કાર ખરીદતા તમામ ગ્રાહકોએ ઈન્સ્યોરન્સનું 24,000 સુધીનું અને બાઈક ખરીદતા ગ્રાહકોએ13,000 રૂપિયા સુધીનું પ્રીમિયમ ચૂકવવું પડશે.

car insurance

સુપ્રીમ કોર્ટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (IRDAI)ને પરિપત્ર મોકલી થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સમાં થયેલ બદલાવના અમલીકરણ માટે આદેશ આપ્યો છે. ત્યારે ઈન્સ્યોરન્સ કંપનીઓ હવે લૉન્ગ ટર્મનો ત્રણ વર્ષ કે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનું પેકેજ કવર અને IRDAIના પરિપત્ર મુજબ એક વર્ષનું ડેમેજ કવર પૂરું પાડશે.

અકસ્માતમાં ગંભીર ઈજા કે મૃત્યુ પર થર્ડ પાર્ટી ઈનસ્યોરન્સ ભરપાઈ કરશે. આ કેસમાં વીમાદાર વતી વીમા કંપની થર્ડ પાર્ટીને પેમેન્ટ કરે છે. ઉપરાંત અકસ્માતના બનાવમાં વાહનના પ્રોટેક્શન માટે ઓવ્ન ડેમેજ ઈન્સ્યોરન્સ કવર પૂરું પાડવામાં આવશે.

20 જુલાઈ 2018ના રોજ આપેલા પોતાના ઓર્ડરમાં સુપ્રીમ કોર્ટે વીમા કંપનીઓને લૉન્ગ ટર્મ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કવર પૂરું પાડવા કહ્યું હતું. અગાઉ વીમા કંપનીઓ થર્ડ પાર્ટી સેગમેન્ટ સાથે મલ્ટી યર પૉલિસી અંતર્ગત એક વર્ષનું ઈન્સ્યોરન્સ કવર ઑફર કરતી હતી, પરંતુ ફરજીયાત વીમાની કોઈ જોગવાઈ ન હોવાથી બાદમાં ગ્રાહકો ઈન્સ્યોરન્સ ખરીદવાનું ટાળતા હોય છે. જેથી ખરીદીના એક વર્ષ બાદ રસ્તા દોડતાં મોટા ભાગનાં વાહનો ઈન્સ્યોરન્સ વિનાના જ રહેતાં.

1 સપ્ટેમ્બર 2018થી 31 માર્ચ 2019 દરમિયાન ખરીદાયેલાં નવાં વાહનોમાં થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સના નવા ચાર્જ લાગુ પડશે. ઈન્સ્યોરન્સ પેકેજ કે બંડલ કવર ઑફર કરવા માટે વીમા કંપનીઓએ 30 ઓગસ્ટ પહેલા કંપનીના CEO કે CMDએ સહી કરેલ લેટર ઑફ ઈન્ટેન્ટ (ઉદ્દેશ પત્ર) જમા કરાવવાનો રહેશે. ઉપરોક્ત ઉદ્દેશ પત્ર મળ્યા બાદ IRDAI દરેક વીમાદાતાને UINની ફાળવણી કરશે.

IRDAIના પરિપત્રમાં નોંધવામાં આવ્યું છે કે પ્રીમિયમ આખી ટર્મનું (ત્રણ કે પાંચ વર્ષનું) એક સાથે જ વસૂલી લેવામાં આવશે પરંતુ ઈન્સ્યોરન્સને વાર્ષિક આધારે ઓળખવામાં આવશે. વાહન વેચાઈ ગયું હોય અથવા તો તેનો કોઈ ઉપોયોગ ન હોય તેવા કિસ્સામાં જ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ રદ થઈ શકશે.

1000 સીસીથી નીચેની કાર પર ત્રણ વર્ષનું 5286 રૂપિયાનું પ્રીમિયમ વસૂલવામાં આવશે. 1000થી 1500CC એન્જિન કાર પર 9534 રૂપિયાનું પ્રીમિયમ વસૂલવામાં આવશે, 1500CCથી વધુના એન્જિન પર 24305 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. જ્યારે ટૂ-વ્હિલર્સમાં 75CCથી નીચેના બાઈકમાં 1045નું કવર ચૂકવવું પડશે, 75CCથી 150CCના બાઈક પર 3285 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે, 150CCથી 350CC બાઈક પર 5453 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે અને 350CCથી વધુના બાઈક પર 13034 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.

English summary
prospective vehicle buyers will have to pay more than Rs 24,000 for new cars and over Rs 13,000 for new motorcycles in third-party insurance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X