મને મારવાથી કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે તો હું મરવા તૈયાર છું: કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 8 જાન્યુઆરી: ગાઝિયાબાદના કૌશાંબી સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલય પર હિન્દુ રક્ષા દળના કાર્યકરો દ્વારા કરાયેલા હુમલા બાદ દુ:ખી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે શું તેઓ પ્રશાંત ભૂષણની હત્યા કરવા માંગે છે. જો મારામારીથી કાશ્મીરની સમસ્યાનું સમાધાન થઇ શકતું હોય તો હું માર ખાવા માટે તૈયાર છું.

કેજરીવાલે જણાવ્યું કે 'તેઓ શું ઇચ્છે છે, શું તેઓ પ્રશાંતજીને જાનથી મારવા માગે છે. જો તેમને લાગતું હોય કે મને અથવા પ્રશાંત ભૂષણને મારવાથી કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવી જતો હોય તો મને જણાવો કે મારે ક્યારે અને ક્યાં આવવાનું છે. હું ત્યાં આવી જઇશ.'

તેમણે જણાવ્યું કે 'મારે મારા માટે સુરક્ષાની કોઇ જરૂરીયાત નથી પરંતુ હું કાર્યકર્તાઓને પૂછીશ. જો તેમને લાગશે તો હું કાર્યાલય માટે સુરક્ષાની માંગ કરીશ. એવું લાગી રહ્યું છે કે રાજનીતિ કરવામાં આવી રહી છે.'

aap
'આપ'ના નેતા પ્રશાંત ભૂષણે આના માટે ભાજપ અને સંઘને જવાબદાર ગણતા જણાવ્યું કે 'આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ભાજપ અને સંઘમાં ખળભળાટ મચી ગયો છે. અને આ પ્રકારની તેઓ કૃત્યો કરવા લાગ્યા છે.' જ્યારે ભાજપે આ હુમલાઓની નિંદા કરતા જણાવ્યું કે 'આ પ્રકારના હુમલા થવા જોઇએ નહીં. આમ આદમી પાર્ટી માટે ઉત્તર પ્રદેશ પોલીસ સુરક્ષા આપે.'

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે હિન્દુ રક્ષા દળે કૌશાંબીમાં સ્થિત આમ આદમી પાર્ટીની ઓફીસ પર હુમલો કર્યો હતો. પ્રશાંત ભૂષણના કાશ્મીરમાં સેના બંદોબંસ્ત પર જનમત સંગ્રહના નિવેદનને લઇને આ હુમલો કર્યો હતો.

English summary
If Kashmir issue will solve to beat me than say where do i come?: Arvind Kejriwal.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.