• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદીની રાહમાં કાંટા બિછાવી રહ્યું છે દિલ્હી ભાજપ

|

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની વિધાનસભાના પહેલા દિવસે જ્યારે બહુમત સિદ્ધ કરવી હતી, ત્યારે કોંગ્રેસે ધારાસભ્ય અરવિંદર સિંહ લવલીએ કહ્યું હતુ કે અટલ બિહારી વાજપાયી બાદ ભાજપમાં લાલ કૃષ્ણ અડવાણીને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા અને તેઓ પીએમ ઇન વેઇટિંગ બનીને રહી ગયા. હવે નરેન્દ્ર મોદીને બનાવવામાં આવ્યા છે અને તે પણ પીએમ ઇન વેઇન્ટિંગ બનીને રહી જશે. તેમનું વડાપ્રધાન બનવાનું સ્વપ્ન ક્યારેય પૂર્ણ નહીં થાય.

જે સમયે લવલી એ વાત કરી રહ્યાં હતા, તે સમયે તેમની સામે ઉભા રહેલા ભાજપના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા ડો.હર્ષવર્ધને જે તે સમયે લવલીની વાતને ગંભીરતાથી લીધી નહોતી. હર્ષવર્ધન જ નહીં દિલ્હી ભાજપના લગભગ તમામ નેતા આજે પણ દિલ્હીની નિષ્ફળતાનું માતમ મનાવી રહ્યાં છે, આગળનું વિચારી રહ્યાં નથી અને આવું કરવુ પોતાના માટે ખાડો ખોદવાની સાથો સાથ નરેન્દ્ર મોદીની રાહમાં કાંટા બિછાવી રહ્યાં છે.

દિલ્હી વિધાનસભાએ જ્યારે ભારતીય જનતા પાર્ટી જ્યારે બહુમત એકઠી કરી શકી નહીં, તો રાજકીય વિશ્લેષકોએ કહ્યું કે ભાજપનો આ હાલ મુખ્યમંત્રી પદના પદ માટે થયેલા આંતરિક વિવાદ અને હર્ષવર્ધનના નામ પર મોહર લગાવવામાં થયેલું મોડુ થવાના કારણે છે. આ ભૂલ બાદ હવે દિલ્હી ભાજપ વધુ એક ભૂલ કરવા જઇ રહ્યું છે. તે છે આમ આદમી પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલવાનું છે. જે રીતે શુક્રવારે ભગવા ટોપી પહેરીને ભાજપના નેતાઓ ટોપીનો જવાબ ટોપીથી આપશે, તે ખરા અર્થમાં દિલ્હી ભાજપની નકારાત્મક વિચારસરણીનું પ્રતીક હતું.

ભાજપને એ સમજવુ પડશે કે દેશના મતદાતાઓ ઘણા જ સમજદાર છે, તેને ખબર છે કે કેજરીવાલની દિલ્હીમાં પરીક્ષા હજુ ખતમ નથી થઇ. આ પરીક્ષા હજુ આખું વર્ષ ચાલશે. તેથી વારંવાર કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાથી દિલ્હી જનતાને ભાજપથી ઘૃણા થવા લાગશે અને એવું થવાથી નરેન્દ્ર મોદીને મત આપવા તૈયાર બેસેલા છે, તેમના મનમાં ખટાશ આવી જશે. દિલ્હીની ભાજપને એ સમજવુ પડશે કે આમ આદમી પાર્ટી પોતાની સાથે ભલે એક કરોડો લોકોને જોડી લે અથવા તો બે કરોડ લોકો તેને જ વોટ આપશે, જેમની પાસે કેન્દ્રમાં સરકાર ચલાવવાનો દમ છે અને એ દમ હજુ આમ આદમી પાર્ટીમાં નથી.

ભાજપીઓને દૂર જવાની જરૂર નથી, પોતાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પાસેથી શીખવું જોઇએ. વડાપ્રધાન મનમોહન સિંહએ પોતાની પ્રેસવાર્તામાં કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો દેશ બરબાદ થઇ જશે, પરંતુ મોદીએ એ વાતનો કોઇ જવાબ આપ્યો નહીં અને ના કોંગ્રેસ અંગે તીખા પ્રહારો કર્યા, કારણ કે ભારતની પરંપરા રહી છે કે ગાળ આપનારાની ગાળ સાંભળીને તેના બદલામાં સ્મિત આપનારાનું કદ વધુ ઉંચુ થઇ જાય છે. તેથી ભાજપે પોતાનું કદ ઉંચુ કરવા માટે કોઇ બીજી રણનીતિ અપનાવવી પડશે, નહીં તો જે જમીન મોદીએ તૈયાર કરી છે, તેને પણ ગુમાવી દેશે.

જેટલો જોશ આમ આદમી પાર્ટીમાં છે, એટલો જ જોશ તેના નવા સભ્યોમાં જોવા મળી રહ્યું છે. હાલના સમયે આમ આદમી પાર્ટી આમ જનતા માટે ભગવાને મોકલેલા દૂતથી ઓછું નથી અને જો કોઇ ભગવાને દૂતને ગાળો આપશે તો તમને જ ખોટું લાગશે. જેથી ભાજપે હાલના સમયે વેટ એન્ડ વોચની સ્થિતિમાં રહેવાની જરૂર છે.

English summary
By opposing Aam Admi Party with new caps Delhi BJP is digging hole for its own prime ministerial candidate Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more