For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Opinion poll: દિલ્હીમાં 'આમ આદમી'એ ઉડાવી ભાજપ-કોંગ્રેસની ઊંઘ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 નવેમ્બર: જેમ-જેમ દિલ્હી વિધાનસબા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની ઊંઘ હરામ થઇ રહી છે. માત્ર આમ આદમી પાર્ટી જ નહીં બલકે ભારતીય જનતા પાર્ટીએ પણ કોંગ્રેસને પરાસ્ત કરવાની પૂરેપૂરી તૈયારીઓ કરી લીધી છે અને આ અંગેના સ્પષ્ટ સંકેત એકવાર ફરી પોલમાં જોવા મળ્યા.

સી-વોટર અને ટાઇમ્સ નાઉના તાજા ઓપિનિયન પોલ અનુસાર કોંગ્રેસ સત્તામાં નથી આવી રહી. દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 24 બેઠકો જ મળતી દેખાય રહી છે. જો આપ એ વિચારી રહ્યા હોવ કે ભાજપા ખૂબ જ ખુશ હશે, તો એવું નથી, કારણ કે ભાજપાને 25 એટલે કે માત્ર એક બેઠક વધારે મળી રહી છે. બંને પાર્ટીઓના સમીકરણ બગાડનાર આમ આદમી પાર્ટીને 18 બેઠકો મળતી દેખાઇ રહી છે.

કૂલ મળીને જોઇએ તો કોંગ્રેસ હોય કે ભાજપા, બંનેએ સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટીનું સમર્થન લેવું પડી શકે છે, પરંતુ ખાસ વાત એ છે કે 'આપ' નેતા અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધું છે કે ચૂંટણી બાદ તેઓ ભાજપની સાથે પણ નહીં જાય અને કોંગ્રેસને પણ સમર્થન નહી કરે. કેજરીવાલની નઝરમાં બંને પાર્ટીઓ ભ્રષ્ટ છે.

bjp

અત્રે ઉલ્લેખનીય છે કે સીએસડીએસ દ્વારા જે પ્રી પોલ સર્વે કરવામાં આવ્યો હતો એ અનુસાર દિલ્હીમાં મુકાબલો ભાજપ-કોંગ્રેસ વચ્ચે નહીં પરંતુ ત્રિકોણીય સંઘર્ષ બની રહેવાનું તારણ આવ્યું હતું. અહીં સુધી કે આરટીઆઇ એક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા નવી બનાવેલી આમ આદમી પાર્ટી પણ વોટ મેળવવામાં બીજી સૌથી મોટી પાર્ટી સાબિત થવા જઇ રહી છે. સર્વે અનુસાર જો આજે ચૂંટણી થઇ જાય તો ભાજપને સૌથી વધારે 29 ટકા વોટ મળશે. કોંગ્રેસને 27 ટકા વોટ મળશે, પરંતુ સૌથી ચોંકાવનારો આંકડો આમ આદમી પાર્ટીનો છે, જેને 28 ટકા વોટ મળતા દેખાઇ રહ્યા છે. હા અરવિંદ કેજરીવાલનું ઝાડું આ પહેલી જ વારમાં જોરદાર મતો મેળવીને વિપક્ષોના વોટોનો સફાયો કરવા જઇ રહી છે.

English summary
According to a Times Now-CVoter opinion poll, Delhi is likely to see a hung assembly with Aam Aadmi Party as both BJP and Congress fail to come into power.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X