For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી સર્વે: 'શીલા જવાની', આપો 'આપ'- ભાજપ મજબૂત સ્થિતિમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ઓક્ટોબર: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવી શકે છે. સીએસડીએસ દ્વારા જે પ્રી પોલ સર્વે કરવામાં આવ્યો છે એ અનુસાર દિલ્હીમાં મુકાબલો ભાજપ-કોંગ્રેસ વચ્ચે નહીં પરંતુ ત્રિકોણીય સંઘર્ષ બની રહેશે. અહીં સુધી કે આરટીઆઇ એક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા નવી બનાવેલી આમ આદમી પાર્ટી પણ વોટ મેળવવામાં બીજી સૌથી મોટી પાર્ટી સાબિત થવા જઇ રહી છે.

સર્વે અનુસાર જો આજે ચૂંટણી થઇ જાય તો ભાજપને સૌથી વધારે 29 ટકા વોટ મળશે. કોંગ્રેસને 27 ટકા વોટ મળશે, પરંતુ સૌથી ચોંકાવનારો આંકડો આમ આદમી પાર્ટીનો છે, જેને 28 ટકા વોટ મળતા દેખાઇ રહ્યા છે. હા અરવિંદ કેજરીવાલનું ઝાડું આ પહેલી જ વારમાં જોરદાર મતો મેળવીને વિપક્ષોના વોટોનો સફાયો કરવા જઇ રહી છે.

જો આ વોટોને બેઠકોમાં પરિવર્તિત કરી દેવામાં આવે તો ભાજપને 22થી 28 બેઠકો મળી શકે છે. એટલે કે 70 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપ સત્તાની નજીક પહોંચીને રોકાતી દેખાઇ રહી છે. બીજી બાજું કોંગ્રેસ 19-25ની વચ્ચે સમેટાઇ રહી છે જેના પગલે સ્પષ્ટ થાય છે કે શીલા સરકારનું આ વખતે સત્તામાં ફરી આવવું સંભવિત નથી લાગતું. પરંતુ સૌથી મહત્વપૂર્ણ આંકડો આમ આદમી પાર્ટીનો છે.

bjp aap congress
પહેલીવાર ચૂંટણી લડી રહેલી આ પાર્ટી કોંગ્રેસની બરાબર એટલે કે 19-25 બેઠકો મેળવી રહી છે. અન્ય પાર્ટીઓના ખાતામાં બે બેઠકો જતી દેખાઇ રહી છે. આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે દિલ્હીમાં ત્રિકોણીય વિધાનસભાની સંભાવના વધારે છે.

સર્વે અનુસાર કોંગ્રેસ અને ભાજપને 2002માં મળેલા વોટ 2013માં ખૂબ જ હદ સુધી તેનાથી પાછા ધકેલાતા જઇ રહ્યા છે અને આ હાથમાંથી ગયેલા વોટ ભેગા કરી રહી છે કેજરીવાલની આમ આદમી પાર્ટી. બીએસપીને આ વખતે 7 ટકા વોટ મળવાની સંભાવના છે. અન્યને 9 ટકા વોટ મળી રહ્યા છે.

English summary
Sheila Dikshit will go, Arvind kejriwal AAP and BJP in strong position in Delhi: survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X