For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA Protest: મેંગ્લોરમાં કેટલાય પત્રકારોની અટકાયત, પોલીસે રિપોર્ટિંગ કરતાં રોક્યા

CAA Protest: મેંગ્લોરમાં કેટલાય પત્રકારોની અટકાયત, પોલીસે રિપોર્ટિંગ કરતાં રોક્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધ ગુરુવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન થયાં. કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં પણ આ એક્ટ સામે વિરોધ પ્રદર્શ થયાં છે. જ્યારે નાગરિકતા કાનૂન વિરુદ્ધ કાઢવામાં આવી રહેલ જુલૂસમાં હિંસા બાદ મેંગ્લોરમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું હતું. આ કર્ફ્યૂ મેંગ્લોરના પાંચ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં લગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે કટેલાય પત્રકારોને અટકાવ્યા છે અને તેમના આઈડી કાર્ડ પણ માંગ્યાં છે.

મેંગ્લોરમાં કેટલાય પત્રકારોને રિપોર્ટિંગ કરતાં રોક્યા

મેંગ્લોરમાં કેટલાય પત્રકારોને રિપોર્ટિંગ કરતાં રોક્યા

કેરળ સ્થિત ત્રણ ન્યૂઝ ચેનલ- ન્યૂઝ 24, મીડિયા વન અને એશિયાનેટના પત્રકાર અને ક્રૂને કર્ણાટકના બેંગ્લોરમાં રિપોર્ટિંગથી રોકી દીધા હતા. મેંગ્લોરમાં ગરુવારે હિંસા દરમિયાન બે લોકોના મોત થયાં હતાં. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રિપોર્ટર ઓન એર હતો તે સમયે રોકી દીધો હતો. પોલીસ અધિકારીઓએ આ દરમિયાન રિપોર્ટરને ઓળખપત્ર દેખાડવા કહ્યું. જેના પર રિપોર્ટરે સંસ્થાન દ્વારા આપવામાં આવેલ આઈડી કાર્ડ દેખાડ્યું પરંતુ પોલીસ અધિકારીએ કહ્યું કે આ સરકાર દ્વરા જાહેર કરેલું નથી.

કેટલાય પત્રકારોની અટકાયત કરવામાં આવી

કેટલાય પત્રકારોની અટકાયત કરવામાં આવી

એનડીટીવીના અહેવાલ મુજબ પોલીસે 30 પત્રકારોની અટકાયત કરી હતી. ચાર ન્યૂઝ ચેનલોના રિપોર્ટર મૃતકોના પરિવારવાળાના ઈન્ટર્વ્યૂ લેવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓએ પત્રકારો પાસેથી આઈડી કાર્ડ દેખાડવા અને રિપોર્ટિંગ બંધ કરવા કહ્યું. પોલીસે કહ્યું કે અહીં રિપોર્ટિંગની મંજૂરી નથી, આમ કહેતાં મીડિયાકર્મીઓને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા.

પોલીસે પત્રકારોને આઈડી કાર્ડ દેખાડવા કહ્યું

પોલીસે પત્રકારોને આઈડી કાર્ડ દેખાડવા કહ્યું

પોલીસ કમિશ્નર પીએસ હર્ષાએ કહ્યું કે, કેટલાક લોકો પાસે સંસ્થાન કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આઈડી કાર્ડ નથી અને તેઓ મીડિયાના નથી, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે રાજધાની બેંગ્લોરમાં પણ આ એક્ટની વિરુદ્ધમાં ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગહાએ પોતાનો વિરોધ નોંધાવ્યો, જે બાદ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

CAA અને NRC વિશેના 13 સવાલોના જવાબ, જે તમે જાણવા ઈચ્છો છો, વાંચો અહીંCAA અને NRC વિશેના 13 સવાલોના જવાબ, જે તમે જાણવા ઈચ્છો છો, વાંચો અહીં

English summary
CAA Protest: Several journalists detained in Mangalore by police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X