For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિને કેન્દ્રીય કેબિનેટની મજૂરી મળી

નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિને કેન્દ્રીય કેબિનેટની મજૂરી મળી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને કેન્દ્રિય કેબિનેટથી મંજૂરી મળી ગઇ છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિનો ડ્રાફ્ટ વર્ષ 2019માં જ તૈયાર થઇ ગયો હતો, જેને આજે મંજૂરી મળી ગ છે. અગાઉ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 1986માં બનાવવામાં આવી હતી અને તેને 1992માં સશોધિત કરવામાં આવી. પાછલી નીતિને તૈયાર થયાના ત્રણ દશકથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે. એવામાં બદલાવોને ધ્યાનમાં રાખતા નવી શિક્ષા નીતિની જરૂરત છે.

education policy

જ્યારે હવે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયનું નામ બદલી શિક્ષા મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. આજે આ અંગે પણ ઘોષણા કરવામા આવશે. રાષ્ટ્રીય શિક્ષા નીતિની ઘોષણા કરી હતી. પૂર્વ ઈસરો ચીફ કે કસ્તુરીરંગનના નેતૃત્વવાળી પેનલે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને તેને એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને સોંપ્યો હતો. ડ્રાફ્ટને સાર્વજનિક કરાયો હતો અને તેને બે લાખથી વધુ પ્રતિક્રિયા મળી.

એચઆરડી મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ડ્રાફ્ટને મંજૂરી મળી ગઇ છે. હવે મંત્રાલયનું નામ બદલી શિક્ષા મત્રાલય કરવામાં આવ્યું છે. નવી શિક્ષા નીતિ 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્રનો ભાગ હતી. જ્યારે નિશંકે કહ્યું હતું કે નવી શિક્ષા નીતિ કેટલાય મુદ્દાનું સમાધાન કરશે. આનાથી યુવાઓ માટે ઉચ્ચ શિક્ષણ લેવું આસાન થશે. મોદી સરકારે જે ડ્રાફ્ટ રજૂ કર્યો છે, તે મુજબ 2030 સુધી 3-18 વર્ષના દરેક બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરવાની વાત કહેવામાં આવી છે. નવી શિક્ષા નીતિ બદલતા વૈશ્વિક પરિવેશની સાથોસાથ વિદ્યાર્થીઓને અપડેટ રાખવાની જરૂરત પર પણ ધ્યાન આપે છે.

English summary
cabinet approved new national education policy, here is what will change
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X