ઇંશ્યોરન્સ અને પેન્શન સેક્ટરમાં પણ એફડીઆઈને મંજૂરી

ઉલ્લેખનીય છે કે વીમા ક્ષેત્રે 49 ટકા અને પેન્શનમાં પણ કેબિનેટ સમિતિએ વિદેશી રોકાણને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત કંપની સંશોધન બિલને પણ લીલી ઝંડી આપી દીધી છે.
મંત્રીમંડળની બેઠકમાં વાયદા બજાર આયોગને વધુ પાવર આપવા પર પણ વિચાર કરાયો હતો. વીમા કાનૂન વિધેયકમાં વીમા ક્ષેત્રે એફડીઆઇને 26 ટકાથી વધારીને 49 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે.
જોકે આ નિર્ણય બાદ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે સંસદમાં અમે આ નિર્ણયનો વિરોધ કરીશું.












Click it and Unblock the Notifications
