For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેબિનેટ મીટિંગનો ફેસલોઃ 75 નવી મેડિકલ કોલેજ ખુલશે, ખેડૂતો માટે 6200 કરોડ

કેબિનેટ મીટિંગનો ફેસલોઃ 75 નવી મેડિકલ કોલેજ ખુલશે, ખેડૂતો માટે 6200 કરોડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બુધવારે સાંજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાય મહત્વના ફેસલા લેવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટો પ્રસ્તાવ 75 નવી મેડિકલ કોલેજ ખોલવાનો અને શેરડીનું વાવેતર કરતા ખેડૂતો માટે 6200 કરોડની એક્સપોર્ટ સબ્સિડી છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બેઠકમાં લેવાયેલ ફેસલાની જાણકારી આપી છે.

cabinet meeting

પ્રેસ કોન્ફ્રેન્સમાં જાવડેકરે જાણકારી આપી કે કેબિનેટમાં દેશભરમાં 75 નવા મેડિકલ કોલેજ બનાવવાનો ફેસલો લેવામાં આવ્યો છે. આ કોલેજોને બનવાામં 24 હજાર કરોડની લાગત આવશે. આ કોલેજ એવા જિલ્લાઓમાં ખુલશે, જ્યાં મેડિકલ કોલેજ નથી. આનાથી એમબીબીએસની 15 હજાર 700 સીટ વધશે. જાવડેકરે કહ્યું કે પાછલા પાંચ વર્ષમાં એમબીબીએસની 45000 નવી સીટ વધારવામાં આવી છે અને 82 કોલેજને મંજૂરી આપવામાં આવી છે.

કેબિનેટ બેઠકમાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને નિકાસમાં સબ્સિડી આપવાનો પણ ફેસલો લેવામાં આવ્યો છે. સરપ્લસ સ્ટૉકને જોતાં ખાંડની એક્સપોર્ટ પૉલિસીને 2019-20ની સીઝન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને 60 લાખ મેટ્રિક ટન શેરડી નિકાસ કરવા માટે એક્સપોર્ટ સબ્સિડી આપવાનો ફેસલો લેવામાં આવ્યો છે. ખેડૂતોને 6 હજાર 268 કરોડ રૂપિયા એક્સપોર્ટ સબ્સિડી આપવામાં આવશે. આ પૈસા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થશે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વિદેશ રોકણ પર લેવામાં આવેલ ફેસલા વિશે જાણકારી આપતા જણાવ્યું કે ડિજિટલ મીડિયામાં કેબિનેટે 26 ટકા એફડીઆઈને મંજૂરી આપી દીધી છે. ગત 5 વર્ષમાં 286 મીલિયન ડોલરનું એફડીઆઈ ભારતમાં આવ્યું છે. જે અત્યાર સુધીનું સૌથી વધુ એફડીઆઈ છે. આનાથી સાત વર્ષ પહેલા આ આંકડો 189 બિલિયન હતો એટલે કે આ હવે દોઢ ગણો જેટલો વધ્યો છે. ભારતમાં મોટું રોકાણ થાય તે માટે અમે એફડીઆઈ પર બળ આપ્યું છે. ગોયલે જણાવ્યું કે કોલસાની ખાણ અને તેની સાથે જોડાયેલ આધારભૂત માળખામાં ઑટોમેટિક રૂટ અંતર્ગત 100 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે. કૉન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં પણ 100 ટકા એફડીઆઈને મંજૂરી મળી ગઈ છે.

<strong>દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા જોવા 1 દિવસમાં 34000 લોકો આવ્યા</strong>દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા જોવા 1 દિવસમાં 34000 લોકો આવ્યા

English summary
cabinet meeting: approval of 100 percent fdi in coal mining and 75 new medical collage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X