કેબિનેટમાં થઇ શકે છે પરિવર્તન, સુષ્મા નહીં રહે વિદેશ મંત્રી?

Written By:
Subscribe to Oneindia News

હાલમાં જ પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યો છે. આ જીત બાદ હવે કેન્દ્ર સરકાર કેબિનેટ માં કેટલાક પરિવર્તનો કરે એવી શક્યતા છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, 12 એપ્રિલના રોજ સદનનું સત્ર સમાપ્ત થયા બાદ કેબિનેટમાં પરિવર્તનો કરવામાં આવશે.

narendra modi

ઘણો મોટા અને મહત્વપૂર્ણ પદો પર નવા ચહેરાઓને લેવામાં આવે એવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર કેબિનેટમાં જ્યારે પણ કોઇ પરિવર્તન થશે, તો મોટા પાયે જ થશે; કારણ કે, કેન્દ્ર સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવામાં હજુ 26 મહિના બાકી છે. સરકારના આર્થિક પ્રદર્શનના આધારે આ બદલાવ કરવામાં આવશે, જે વર્ષ 2019માં પીએમ નરેન્દ્ર મોદી ની જીત માટે અતિ મહત્વપૂર્ણ છે.

આ અંગે પાર્ટીના એક નેતાનું કહેવું છે કે, રાજનાથ સિંહ એ ભાજપના ઉત્તર પ્રદેશના જૂના નેતા છે. પાર્ટીના નવા ધારાસભ્યોમાં રાજનાથ, જાતિ અને અન્ય મુદ્દાઓ પર વિચાર કર્યા વગર જ સ્વીકાર્ય હશે. જે યુપીમાં ઝડપી વિકાસ લાવી શકવા સક્ષમ હશે, તે જ મુખ્યમંત્રી બનશે.

અહીં વાંચો - મણિપુરમાં પહેલીવાર BJP સરકાર, બિરેન સિંહે લીધી CM પદની શપથ

ઉલ્લેખનીય છે કે, પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકર હવે ગોવાના મુખ્યમંત્રી છે અને રક્ષા મંત્રીનો કારભાર અરુણ જેટલી ને સોંપવામાં આવ્યો છે. વર્ષ 2014માં પાર્ટીને મળેલ જીત બાદ રક્ષા મંત્રાલયની કામગીરી અરુણ જેટલીના હાથમાં જ હતી, આમ છતાં મનોહર પર્રિકરને ખાસ ગોવાથી બોલાવી આ પદ સોંપાવમાં આવ્યું હતું.

અહીં વાંચો - ગોવાઃ ચોથીવાર CM બનનાર મનોહર પર્રિકરની રાજકારણીય સફર

એવી પણ અટકળો હતી કે, ખરાબ સ્વાસ્થ્યને કારણે સુષ્મા સ્વરાજ પાસેથી વિદેશ મંત્રીનું પદ પાછું લેવામાં આવશે. એવી પણ શક્યતા છે કે, આ કેબિનેટના પરિવર્તન દરમિયાન કેટલાક રાજ્ય મંત્રીઓની પદોન્નતિ કરવામાં આવે.

English summary
Cabinet reshuffle in Modi government after victory in Uttar Pradesh.
Please Wait while comments are loading...