For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAGનો ખુલાસો, ભારતીય સેના પાસે છે ખાલી 10 દિવસનો દારૂગોળો

કેગે સંસદમાં રજૂ કર્યો છે એક રિપોર્ટ. જે મુજબ ભારતીય સેના પાસે 10 દિવસ ચાલે તેટલો પણ દારૂગોળાનો સામાન નથી. ચીન જોડે જે તનાવપૂર્ણ સ્થિતિ હાલ ચાલી રહી છે તે જોતા આ રિપોર્ટ છે ચિંતાજનક

|
Google Oneindia Gujarati News

ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG સંસદમાં એક રિપોર્ટ દાખલ કર્યો છે. જે મુજબ ભારતીય સેના પાસે દારૂગોળાની ગંભીર અછત છે. શુક્રવારે ચોમાસું સત્રમાં દાખલ કરવામાં આવેલી આ રિપોર્ટમાં CAG જણાવ્યું કે 2013ની તુલાનામાં દારૂગોળા બનાવતા અનેક કારખાનાના કામકાજમાં કોઇ સુધાર નથી આવ્યો. રિપોર્ટમાં તોપખાના અને ટેન્કમાં દારૂગોળાની મહત્વપૂર્ણ અછત જણાવવામાં આવી છે. અને ઓફએબીને 2013માં નક્કી કરેલા રોડમેપ મુજબ વિતરણ કરવામાં નિષ્ફળ સાબિત થવા માટે દોષી કરાર કરવામાં આવી છે.

army

કૈગની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમણે સપ્ટેમ્બર 2016 સુધી દારૂગોળાની ઉપલબ્ધતામાં કોઇ મહત્વપૂર્ણ સુધાર નથી જોયો. 40 ટકા તેવા ગોળા બારુદ છે જેનો સ્ટોક તો માંડ 10 દિવસ જેટલો જ સ્ટોક ધરાવે છે. વળી ટેન્ક અને તોપોના ભંડાર પણ ઓછો છે. નોંધનીય છે કે સેના પાસે 40 દિવસ ચાલે તેટલો દારૂગોળાનો ભંડાર હોવા જોઇએ તેવો નિયમ છે. સમાચાર એજન્સી એએનઆઇ મુજબ ભૂતપૂર્વ અધિકારી લેફ્ટિનેન્ટ જનરલ વી.કે.ચતુર્વેદીએ જણાવ્યું છે કે આ રિપોર્ટમાં ખાસ કરીને વિસ્ફોટકો અને મિસાઇલોના ઉપયોગ માટે ઇલેક્ટ્રોનિક ફ્યૂઝ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

જે એક ગંભીર મુદ્દો છે. આર્ટિલરી વિસ્ફોટક, મિસાઇલ, મોર્ટેરો આ તમામ મહત્વના દારૂગોળાની અછત ઊભી થઇ છે જે એક ગંભીર મુદ્દો બની શકે છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ચીન અને ભારત વચ્ચે હાલ તનાવ પૂર્ણ સ્થિતિ ચાલી રહી છે. ત્યારે સેના પાસે ઓછા દારૂગોળાના કારણે સેનાની મુશ્કેલી વધી શકે છે. એટલું જ નહીં યુદ્ધ અભ્યાસ માટે પણ સેના જોડે પૂરતા દારૂગોળાની અછત છે, તે વાત પણ આ રિપોર્ટમાં જાણવા મળી છે.

English summary
CAG Report said critical shortage of armys ammunition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X