CAGએ રાષ્ટ્રપતિને સોંપ્યો રાફેલ પર રિપોર્ટ, આજે સંસદમાં રજૂ થશે
CAGએ રાષ્ટ્રપતિને સોંપ્યો રાફેલ પર રિપોર્ટ, સંસદમાં રજૂ થશે
નવી દિલ્હીઃ રાફેલ ડીલ પર કેગે પોતાનો રિપોર્ટ સોમવારે રાષ્ટ્રપતિને મોકલી આપ્યો છે. મંગળવારે કેગનો રિપોર્ટ સંસદમાં રાખવામાં આવી શકે છે. જણાવવામાં આવ્યું છે કે કેગનો જે રિપોર્ટ સંસદમાં રાખવામાં આવી રહ્યો છે, તેમાં રાફેલની કિંમતનો ઉલ્લેખ નથી. કોંગ્રેસ રાફેલ ડીલમાં ભારે ઘપલું થયું હોવાનો આરોપ લગાવતાં સતત સરકાર પર હુમલા કરી રહ્યું છે તો સરકાર તરફથી ડીલને પારદર્શી જણાવવામાં આવી રહી છે.

જાણકારી મુજબ કેગે રાફેલ પર વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે. જે રાષ્ટ્રપતિ ભવન મોકલી આપવામાં આવ્યો છે. થોડા અઠવાડિયા પહેલા જ રક્ષા મંત્રાલયે રાફે ડીલ સાથે જોડાયેલ જવાબો કેગને સોંપ્યા હતા, જેમાં ખરીદ પ્રક્રિયાથી જોડાયેલ જાણકારી આપવાાં આવી હતી. હવે રાષ્ટ્રપતિ ભવન કેગના રિપોર્ટને લોકસભા સ્પીકર અને રાજ્યસભા ચેરમેન પાસે મોકલશે. સંસદનું ચાલુ સત્ર હવે 2 દિવસનું જ બચ્યું છે. વર્તમાન સત્ર બુધવારે સમાપ્ત થઈ રહ્યું છે.
જ્યારે કમ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઑફ ઈન્ડિયાના રાજીવ મહર્ષિને લઈને પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટકરાવની સ્થિતિ છે. કોંગ્રેસ હિતોના ટકરાવનો આરોપ લગાવતા રાજીવ મહર્ષિને 36 રાફેલની ખરીદના કરારની ઑડિટ પ્રક્રિયાથી ખુદને અલગ કરી લેવાની વાત કહી છે કેમ કે તત્કાલીન નાણા સચિવ તરીકે તેઓ આ વાર્તાનો ભાગ હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કોંગ્રેસ પર જૂઠના આધારે સંસ્થા પર આરોપ લગાવતી હોવાની વાત કહી છે.
આ પણ વાંચો- કોણ છે એ કોંગ્રેસના એ 6 દિગ્ગજો જેમને ટ્વિટર પર ફોલો કરે છે પ્રિયંકા ગાંધી












Click it and Unblock the Notifications
