For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટનો ઐતિહાસિક ફેસલો, કોઈને પણ 'નામર્દ' કહેવા પર થઈ શકે જેલ

કોર્ટનો ઐતિહાસિક ફેસલો, કોઈને પણ 'નામર્દ' કહેવા પર થશે જેલ

|
Google Oneindia Gujarati News

નાગપુરઃ કોઈપણ શખ્સને નામર્દ કહેવા પર તમારે જેલ જવું પડી શકે છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે પોતાના ઐતિહાસિક ફેસલામાં કહ્યું કે કોઈપણ વ્યક્તિને નામર્દ કહેવો માનહાની બરાબર છે, આવું કહેવું દંડનીય અપરાધ છે. જો કોઈ શખ્સ અન્ય કોઈ વ્યક્તિ માટે આવી વાત કરે છે તો તેણે જેલની સાથે દંડ પણ ભરવો પડી શકે છે. કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે કોઈને નામર્દ કહેવા એના પુરુષત્વ પર સવાલ ઉઠાવવા બરાબર છે અને અન્યો પ્રત્યે તેનો નકારાત્મક ભાવ પેદા થઈ શકે છે.

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંકે ફેસલો સંભળાવ્યો

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંકે ફેસલો સંભળાવ્યો

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે આ વાત એક મહિલાની એ અરજી ફગાવતાં કહી જેમાં તેણે પોતાના પતિએ કરેલ અપરાધિક કેસને રદ કરવાની માગણી કરી હતી. મહિલાએ પતિને નપુંસક હોવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ મહિલાના પતિએ તેના પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. દંપત્તિને એક બાળકી પણ છે, જેના જન્મ બાદ જ બંને વચ્ચેના સંબંધમાં કડવાશ આવી ગઈ હતી. આ દરમિયાન મહિલા પોતાના પિયર ચાલી ગઈ હતી અને ત્યાંથી જ તેણે પોતાના પતિથી તલાકની અજી કરી હતી. આ દરમિયાન તલાકનો કેસ કોર્ટમાં ગયો અને બાળકીની કસ્ટડી પિતાને મળી ગઈ હતી.

પત્નીના આરોપો પર પતિએ માનહાનિનો કેસ કર્યો

પત્નીના આરોપો પર પતિએ માનહાનિનો કેસ કર્યો

મહિલાને કોર્ટનો ફેસલો ઠીક ન લાગ્યો અને તેણે કોર્ટના આ ફેસલાને હાઈકોર્ટમાં એમ કહીને પડકાર્યો કે તેનો પતિ નામર્દ છે. મહિલાના આરોપોથી પરેશાન થઈને પતિએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી અને માનહાનિ સાસરિયાં પર આઈપીસીની કલમ 500 અને 506 અંતર્ગત કેસ દાખલ કર્યો. સુનાવણી દરમિયાન મહિલાએ કહ્યું કે તે પોતાના પતિની નપુંસકતાને લઈને કંઈ બોલવા નહોતી માગતી પરંતુ તેની હરકતોએ આવું કરવા માટે મજબૂર કરી દીધી.

કોર્ટે કહ્યું- નપુંક કહેવું ગુનો છે

કોર્ટે કહ્યું- નપુંક કહેવું ગુનો છે

આ મામલે સુનાવણી કરી રહેલ જસ્ટિસ સુનીલ શુકરેની એકલ બેન્ચે કહ્યું કે કોઈ વ્યક્તિ માટે નપુંસક શબ્દનો ઉપયોગ કરવો કલમ 499 અંતર્ગત માનહાનિની અંતર્ગત આવે છે અને તેમાં કલમ 500 અંતર્ગત પણ સજા આપવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું કે પત્નીઓના આરોપો વાંચતા એ જ પરિણામ નીકળે છે કે તેના દ્વારા લગાવેલ આરોપો અપમાનજનક છે. હાલ કોર્ટનો ફેસલો એવા પતિઓ માટે રાહતભર્યો રહેશે જેમની પત્નીઓએ આ મુદ્દાને આધાર બનાવીને તલાક માટે ફેસલો લીધો હોય.

નારાજ તેજ પ્રતાપને મનાવવા માટે ઐશ્વર્યા વૃંદાવન જઈ શકે છેનારાજ તેજ પ્રતાપને મનાવવા માટે ઐશ્વર્યા વૃંદાવન જઈ શકે છે

English summary
Calling a Man 'Impotent' Amounts to Defamation and is Punishable Offence: Bombay High Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X