For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વંદે ભારત ટ્રેન પર પત્થરમારો કરનારાની હવે ખેર નથી, આ રીતે થશે ઓળખ

વંદે ભારત એક્સપ્રેસ પર પત્થરમારો કરનારાઓને પકડવા માટે હવે રેલવેએ આ ટ્રેનના બહારના ભાગ પર કેમેરા લગાવ્યા છે જેથી પત્થરમારાની ઘટનાઓ વિશે માહિતી મેળવી શકાય

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી ચર્ચિત સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ (Train-18) પર પત્થરમારો કરવાના ઘણા કેસ સામે આવ્યા છે. વંદે ભારત એક્સપ્રેસ પર પત્થરમારો કરનારાઓને પકડવા માટે હવે રેલવેએ આ ટ્રેનના બહારના ભાગ પર કેમેરા લગાવ્યા છે જેથી પત્થરમારાની ઘટનાઓ વિશે માહિતી મેળવી શકાય અને તેમના પર રોક લગાવી શકાય. વળી, દેશની પહેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેનને થતા નુકશાનથી બચાવી શકાય.

કેમેરા કરશે પત્થર ફેંકનારાની ઓળખ

કેમેરા કરશે પત્થર ફેંકનારાની ઓળખ

રેલવેના અધિકારીઓએ જણાવ્યુ કે ફેબ્રુઆરીમાં કોમર્શિયલ રન બાદ આ ટ્રેન પર ઓછામાં ઓછી એક ડઝનથી વધુ પત્થરમારાની ઘટનાઓ સામે આવી છે. અધિકારીઓએ કહ્યુ કે પત્થરમારાને કારણે અત્યાર સુધી 12 બારીઓના કાચ બદલવામાં આવ્યા છે. ગયા મહિને રેલવેએ વારાણસી અને દિલ્લી વચ્ચે ચાલતી આ ટ્રેન પર ચાર કેમેરા લગાવ્યા - બે આગળ અને બે પાછળના છેડા પર.

ટ્રેન પર પત્થરમારાના ઘણા કેસ આવ્યા સામે

ટ્રેન પર પત્થરમારાના ઘણા કેસ આવ્યા સામે

આરપીએફ ડીજી અરુણ કુમારે જણાવ્યુ કે 17 માર્ચના રોજ પત્થરમારાનો વધુ એક કેસ સામે આવ્યો હતો અને આ કેમેરાના કારણે એ જાણી શકાયુ કે પત્થર કયા વિસ્તારો અને કઈ તરફથી ફેંકવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યુ કે પૉલી કાર્બોનેટ શીટ્સ સાથે કાચની બારીઓને કવર કરવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેન પર પત્થરમારો કરનારા સામે પોલિસ કડક કાર્યવાહી કરશે. તેમની ધરપકડ માટે ઘણી વિશેષ ટીમોને સક્રિય કરવામાં આવી છે. સાથે જ ટ્રેનની અંદર ધ્યાન રાખવા માટે સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે જે શંકાસ્પદ સ્થળોનું લોકેશન તત્કાળ કંટ્રોલ રૂમને મોકલી રહ્યા છે.

પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન છે વંદે ભારત

પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન છે વંદે ભારત

આ પહેલા કોશાંબી જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પત્થરમારાનો કેસ સે આવ્યો તો પત્થરબાજોની ધરપકડ માટે ટ્રેનમાં સફર કરી રહેલી વિશેષ ટીમે અમુક સ્થળોને ચિન્હિત કર્યા અને રંગે હાથ એક યુવકની ધરપકડ પણ કરી લીધી હતી. વંદે ભારત એક્સપ્રેસ પર ડઝનેક પત્થરમારાની ઘટનાઓ સામે આવી છે. સરસોલ, કટોઘન, ખાગા, થરવઈ, ભદોહી સહિત ઘણા સ્થળોએ વંદે ભારત પર પત્થરો ફેંકવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ VIDEO: કિરણ બેદીને દોહિત્રીએ કહ્યુ, 'શરમ આવે છે તમને નાની કહેતા', લગાવ્યા ગંભીર આરોપઆ પણ વાંચોઃ VIDEO: કિરણ બેદીને દોહિત્રીએ કહ્યુ, 'શરમ આવે છે તમને નાની કહેતા', લગાવ્યા ગંભીર આરોપ

English summary
cameras installed on Vande Bharat Express to detect and curb stone-pelting incidents
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X