For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Campa Cola : વીજળી, પાણી કાપવા આવેલા BMC અધિકારીઓ ખાલી હાથે પાછા ફ્રયા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 20 જૂન : મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલા કેમ્પા કોલા સોસાયટીના ફ્લેટ્સ માત્ર મુંબઇવાસીઓ નહીં પણ સમગ્ર દેશવાસીઓ માટે ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ રાજકારણીઓના કૌભાંડના પુરાવારૂપ આદર્શ બિલ્ડિંગ તોડી પાડવાના આદેશ છતાં, જેમનું તેમ ઉભું છે, તો બીજી તરફ ગેરકાયદેસર બંધાયેલા કેમ્પા કોલાના ડિમોલિશન માટે BMCના અધિકારીઓ તરત પહોંચી જાય છે. જો કે આજે બે દિવસની રાહત બાદ કેમ્પા કોલા કમ્પાઉન્ડમાં ગેરકાયેસર બંધાયેલા ફ્લેટના રહીશોના વીજળી અને પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવા પહોંચેલા BMCના અધિકારીઓ ખાલી હાથે પાછા ફરવા મજબૂર બન્યા હતા. કેમ્પા કોલાના રહેવાસીઓના મક્કમ નિર્ધારને પગલે બીએમસી અધિકારીઓ ફરી એકવાર પાછા ફર્યા છે.

નિર્ધારિત સમય પ્રમાણે ફ્લેટ ખાલી કરવાની ડેડલાઇન પૂર્ણ થતા સાડા અગિયાર વાગ્યે બીએમસી અધિકારીઓ કેમ્પા કોલા કમ્પાઉન્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જોકે સ્થાનિક લોકોએ કેમ્પા કોલાના ગેટને તાળા મારી દેતા અને માનવ સાંકળ રચીને તેમને પ્રવેશવા દીધા ન હતા.

આ તરફ ગેટની બહાર પણ સ્થાનિક રહીશોએ દેખાવો કર્યા હતા. બીએમસીએ કહ્યું કે તેમને આ રીતે અવરોધવા એ કાનૂની કાર્યવાહીમાં અવરોધ છે. અમે આ દિશામાં કડક પગલાં લઈશું. રહીશોના અક્કડ વલણથી કંટાળી બીએમસી અધિકારીએ તેમને વધુ સમય આપી પાછા રવાના થયા હતા.

કેમ્પા કોલાના રહીશોએ આ મદ્દે કેન્દ્ર સરકારની મદદ માંગી હતી, જોકે સરકારે કહ્યું છે કે આ સમગ્ર ઘટના અંગે સુપ્રીમ કોર્ટે નિર્દેશો આપ્યા હોઈ, આ તબક્કે સરકાર દરમિયાનગિરી નહીં કરે.

કેમ્પા કોલાના 102 ગેરકાયદેસર ફ્લેટ ખાલી કરવાની ડેડલાઇન આજે પૂર્ણ થઈ હતી. આથી બીએમસી અધિકારીઓ પાણી અને વીજળી કનેક્શન કાપવા માટે કેમ્પા કોલાના ગેટ પર પહોંચ્યા હતા.

બીએમસીએ અગાઉ સોસાયટીના ગેરકાયદેસર કાયદેસરના ફ્લેટમાં રહેનારા લોકોને 12 જૂન સુધીમાં ઘર ખાલી કરવાની નોટીસ આપી હતી. જોકે સોસાયટીના એક વૃદ્ધનું મોત થતા બીએમસીએ આ મુદ્દે અઠવાડિયા માટે લંબાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે આ કેસમં સ્થાનિક રહીશોની અરજી ફગાવતા કેમ્પા કોલામાં બનેલા 102 ગેરકાયદેસરના ફ્લેટ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં અહીંના લોકોને આશા હતી કે સ્થાનિક સરકાર તેમની મદદે આવશે. જોકે તેમને નિરાશા જ હાથ લાગી છે. સ્થાનિક લોકોની દલીલ છે કે બિલ્ડરોની બેદરકારીની સજા તેમને મળી રહી છે.

આ રહી તસવીરો...

1

1

ફ્લેટની બહાર આવી રીતે બેનર લગાવાયા હતા
2

2

અધિકારીઓ અને રહેવાસીઓ વચ્ચે વિરોધ

3

3

કેમ્પા કોલા ગેટ પર તાળું મારાયું હતું

4

4

અધિકારીઓનો ઝાંપો ખોલવાનો પ્રયાસ નિષ્ફળ

5

5

આમને સામને

6

6

આવી રીતે થયા પ્રયાસો

7

7

કેમ્પા કોલા બિલ્ડિંગ

English summary
Campa Cola residents blocked BMC officials; force them to go back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X