For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશઃ આંકડાઓમાં વિધાનસભાનું ગણિત, શું ભાજપ સરકાર બનાવી શકશે?

મધ્ય પ્રદેશઃ આંકડાઓમાં વિધાનસભાનું ગણિત, શું ભાજપ સરકાર બનાવી શકશે?

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશમાં ચાલુ રાજકીય ઘમાસાણ દરમિયાન કમલનાથ સરકાર પર સંકટના વાદળ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપે તેમના અને બસપાના ધારાસભ્યોને બંધક બનાવ્યા છે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું કે આની સાથે ભાજપને કંઈ લેવાદેવા નથી. આ કોંગ્રેસના અંદરના ઝઘડા છે, જેનો જવાબ કમલનાથ, સિંધિયા અને દિગ્વિજય સિંહે દેવો જોઈએ.

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા પણ ભાજપના કેટલાય વરિષ્ઠ નેતાઓએ નિવેદન આપ્યા હતા કે જો કેન્દ્રમાં ભાજપ બીજીવાર સરકાર બનાવે છે તો પ્રદેશની કમલનાથ સરકાર સંકટમાં આવી જશે. કૈલાશ વિજયવર્ગીયએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે જે દિવસે ઉપરથી આદેશ આવશે તે દિવસે કમલનાથ સરકાર પાડી ભાંગીશું.

આ છે વિધાનસભાનું ગણિત

આ છે વિધાનસભાનું ગણિત

230 વિધાનસભા સીટ વાળા મધ્યપ્રદેશમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 114 સીટ મળી હતી, જો કે કોંગ્રેસ બહુમતના આંકડાથી બે સીટ દૂર રહી ગઈ હતી. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં બહુમત માટે 116 સીટ જોઈએ. જ્યારે ભાજપને 109 સીટ મળી હતી. આ ઉપરાંત 4 અપક્ષને અને 2 સીટ બસપા તથા એક સીટ સપાના ઉમેદવારને મળી હતી.

મધ્ય પ્રદેશમાં ચૂંટણી પરિણામ બાદ ચાર અપક્ષ, સપાના એક અને બસપાના એક ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપવાનું એલાન કર્યું હતું. એવામાં કમલનાથને બહુમતથી ચાર એટલે કે 120 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. પરંતુ કમલનાથ સરકારમાં સામેલ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય હંમેશા કોંગ્રેસથી પોતાની નારાજગી વ્યક્ત કરતા પણ જોવા મળ્યા છે.

જો કમલનાથ સરકારથી પાંચ ધારાસભ્યો ટૂટે છે તો મધ્યપ્રદેશમાં સરકાર પડી ભાંગે તે નક્કી છે. જ્યારે હજી સુધી સૂત્રોના હવાલેથી જે જાણકારી મળી રહી છે તેમાં ભાજપ પાસે કોંગ્રેસના ત્રણ અને એક અપક્ષ ધારાસભ્ય છે. એવામાં સરકાર તો સુરક્ષિત છે પરંતુ ભવિષ્યમાં પડી ભાંગવાની સંભાવના વધા જાય છે.

શું ભાજપ સરકાર બનાવી શકશે

શું ભાજપ સરકાર બનાવી શકશે

રાજનૈતિક પંડિતો મુજબ મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 109 સીટ મળી હતી, પરંતુ હાલ વિવિધ કારણોસર ભાજપની સભ્ય સંખ્યા ઘટીને 107 થઈ ગઈ છે. જો કોંગ્રેસના ત્રણ બાગી પાર્ટીની વિરુદ્ધ જાય છે તો ત્યારે પક્ષપલટા કાનૂન અંતર્ગત તેમની સદસ્યતા ખતમ થઈ જશે. જ્યારે ચાર અપક્ષ, બસપાના બે અને સપાના એક ધારાસભ્ય ભાજપમાં જાય છે તો પણ બહુમતના આંકડાને આંબી નહિ શકે.

ભાજપના બે ધારાસભ્ય નેતૃત્વથી નારાજ

ભાજપના બે ધારાસભ્ય નેતૃત્વથી નારાજ

સૂત્રોના હવાલેથી માલૂમ પડ્યું કે ભાજપના બે ધારાસભ્યો નારાયણ ત્રિપાઠી અને શરદ કોલ રાજ્યના નેતૃત્વથી નારાજ જણાવવામાં આવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ રીવા, શહડોલ સંભાગના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, જેમાં બંને ધારાસભ્યો ગેરહાજર રહ્યા. એવામાં ભાજપ ગમે ત્યારે સંકટમાં ફસાય જાય તેવી સરકાર બનાવવા નહિ માંગે.

રાષ્ટ્રપતિ શાસનના અણસાર

રાષ્ટ્રપતિ શાસનના અણસાર

જો મધ્ય પ્રદેશમાં કોઈપણ દળ પાસે બહુમતનો આંકડો નહિ હોય ત્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા સિવાય અન્ય કોઈ રસ્તો નહિ બચે. એવામાં રાજ્યપાલની ભલામણ પર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવી શકે છે.

MP: કોંગ્રેસમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ગુરુગ્રામની ફાઈવ સ્ટાર હોટલ બહાર હાઈ વોલ્ટેજ ડ્રામાMP: કોંગ્રેસમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ગુરુગ્રામની ફાઈવ સ્ટાર હોટલ બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા

English summary
can bjp form govt in madhya pradesh? here is mathematics of assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X