For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશઃ શું કમલનાથ સરકારને બચાવી શકે છે હરીશ રાવતનો આ દાવ?

મધ્ય પ્રદેશઃ શું કમલનાથ સરકારને બચાવી શકે છે હરીશ રાવતનો આ દાવ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને બચાવવા માટે કોંગ્રેસના નેતા શક્ય મામ કોશિશ કરી રહ્યા છે. રાજ્યપાલ લાલજી ટંડનના બે વાર કહેવા છતાં પણ ફ્લોર ટેસ્ટ કરવામાં ના આવ્યો. વિધાનસભા સ્પીકરે કોરોનાવાઈરસને પગલે આ કાર્યવાહીને 26 માર્ચ સુધી સ્ગિત કરી દીધી છે. જેને લઈ ભાજપ પણ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. મંગળવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સીએમ કમલનાથ અને વિધાનસભા સચિવને નોટિસ જાહેર કરી છે અને સાથે જ કહ્યું કે નોટિસની કૉપી બાગી ધારાસભ્યો સુધી પણ પહોંચાડી દેવામાં આવે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરીથી મહત્વની સુનાવણી થનાર ચે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોને વરિષ્ઠ કોંગ્રેસ નેતા હરીશ રાવતની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. જયપુરથી તેઓ બધા કોંગ્રેસ ધારાસભ્યને ભોપાલ લઈને આવ્યા હતા. જણાવી દઈએ કે અહીં સરકાર બચાવવાની એક રીત ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવળ વાળી પણ છે.

એકવાર તેમની વિરુદ્ધ પણ કોંગ્રેસના ધારાસભ્યોએ બગાવત કરી દીધી હતી. પૂર્વ સીએમ વિજય બહુગુણા, હરક સિંહ રાવત જેવા મોટા નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. પરંતુ હરીશ રાવતે તમામ ધારાસભ્યોની વિધાનસભાની સભ્યતા રદ્દ કરાવી દીધી હતી અને બાકી બચેલા ધારાસભ્યોની સંખ્યાના આધારે બહુમત સાબિત કરી દીધું હતું. હવે જોવાનું એ થશે કે શું સીએમ કમલનાથને હરીશ રાવતના અનુભવથી ફાયદો મળે છે કે નહિ. હરીશ રાવતનું પણ કહેવું છે કે મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને કોઈ ખતરો નથી.

શું મધ્ય પ્રદેશમાં પણ ઉત્તરાખંડ જેવા હાલાત છે?

શું મધ્ય પ્રદેશમાં પણ ઉત્તરાખંડ જેવા હાલાત છે?

આ મામલો સંવૈધાનિક ટેક્નિક સાથે જોડાયેલો છે. ઉત્તરાખંડમાં બાગી ધારાસભ્યોએ ભાજપ જોઈન કરી લીધું હતું. જે બાદ હરીશ રાવતને પક્ષપલટુ કાયદાનો સહારો મળ્યો હતો. પરંતુ મધ્ય પ્રદેશમાં બાગી ધારાસભ્યોએ હજી ભાજપ જોઈન નથી કર્યું. માટે તેમના પર પક્ષપલટો કાયદો લાગૂ નથી થતો. રાજનૈતિક દાવમેચનો ઉપયોગ કરી જો સીએમ કમલનાથ આ ધારાસભ્યોની સભ્યતા રદ્દ કરાવી શકે છે તો પછી મામલો ઉત્તરાખંડ જેવો થઈ શકે છે. અહીં તમને જણાવી દઈએ કે કાનૂનવિદો મુજબ રાજ્યપાલ સ્પીકરને આદેશ ના આપી શકે અને સદનમાં સ્પીકરને પોતાના વિવેકથી ફેસલો લેવાનો અધિકાર છે.

શું કહે છે સીટોનું ગણિત

શું કહે છે સીટોનું ગણિત

મધ્ય પ્રદેશ વિધાનસભામાં ધારાસભ્યોના રાજીનામા પહેલા 227 ધારાસભ્ય (2નું નિધન અને એક BSP ધારાસભ્ય સસ્પેન્ડ) કોંગ્રેસ 114+6 સહયોગી મળી 120 છે અને ભાજપ પાસે 107. પરંતુ 21 ધારાસભ્યોના રાજીનામા બાદ કુલ ધારાસભ્યની સંખ્યા 106 થઈ ગઈ છે, બહુમતનો નવો આંકડો 104, કોંગ્રેસ+સહયોગી મળી 99 એટલે કે બહુમતથી 5 ઓછી. ભાજપ પાસે 107 ધારાસભ્ય એટલે કે બહુમતથી 3 વધુ. મતલબ આવી સ્થિતિમાં ખરાખરીનો ખેલ થશે.

દિગ્વિજય સિંહ પણ બેંગ્લોર પહોંચ્યા

દિગ્વિજય સિંહ પણ બેંગ્લોર પહોંચ્યા

મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ અને કદાવર નેતા દિગ્વિજય બેંગ્લોરમાં ડેરા જમાવીને કોંગ્રેસના બાગી ધારાસભ્યોને મળવા પહોંચ્યા. પરંતુ તેમને મળવા દેવામાં ના આવતાં રામદા હોટલની બહાર જ તેઓ ધરણા પર બેસી ગયા હતા. જે બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી. જો કે હવે તેમને છોડી મૂકવામાં આવ્યા છે. જ્યારે મંગળવારે આ બાગી ધારાસભ્યોએ એક પ્રેસ કોન્ફ્રેસ કરી એલાન કર્યું હતું કે તેઓ જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે છે.

MP સંકટ પર SCમાં સુનાવણી ચાલુ, કોંગ્રેસે કહ્યુ રાજ્યપાલ કેવી રીતે કહી શકે અમારી પાસે બહુમત નથીMP સંકટ પર SCમાં સુનાવણી ચાલુ, કોંગ્રેસે કહ્યુ રાજ્યપાલ કેવી રીતે કહી શકે અમારી પાસે બહુમત નથી

English summary
can harish rawat's expeirence save kamal nath government in mp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X