મુંબઇની રેસ્ટોરન્ટમાં સવારે 5 વાગ્યા સુધી મનાવવામાં આવશે જશ્ન: હાઇકોર્ટ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 31 ડિસેમ્બર: દેશની આર્થિક રાજધાની મુંબઇની રેસ્ટોરન્ટમાં હવે તમે સવારે પાંચ વાગ્યા સુધી નવા વર્ષની પાર્ટી મનાવી શકશો. બોમ્બે હાઇકોર્ટે મંગળવારે આ ચૂકાદો સંભળાવતા રાતે 12 વાગ્યા સુધી આઉટડોર મ્યૂઝિકને પણ મંજૂરી આપી છે. આટલું નહી હવે ઇનડોર મ્યૂઝિક પણ સવારે 5 વાગ્યા સુધી સાંભળી શકાશે.

આ પહેલાં મુંબઇ પોલીસે સુરક્ષાના કારણે આ વર્ષે હોટલોને સવારે પાંચ વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી ન હતી. જેના લીધે અહીના હોટલ માલિક એકદમ હેરાન હતા. પરંતુ હવે મુંબઇમાં રહેનાર નવા વર્ષના અવસરે સવારે પાંચ વાગ્યા સુધી જશ્ન મનાવી શકશે.

mumbai

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇ પોલીસના પગલાં વિરૂદ્ધ હોટલ એશોસિએશને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. એશોસિએશનની અરજી પર આજે સુનાવણી થઇ અને કોર્ટે તેમને રાહત આપી.

English summary
The tussle between the Mumbai Police and city hotels and restaurants over the New Year deadline has now reached the court. The Bombay high court on Tuesday ruled that hotels and restaurants can serve customers till 5am and do not need to shut shop by 1.30am.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.