Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CD કાંડ: હાર્દિક પટેલ વિરુદ્ધ રાષ્ટ્રીય મહિલા આયોગમાં નોંધાઇ ફરિયાદ

થોડા સમય પહેલાં રાજ્યના રાજકારણમાં હાર્દિક પટેલની કથિત અશ્લીલ વીડિયો ક્લિપ અને સીડીના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગમાં આ મામલે ફરિયાદ નોંધાઇ છે.

થોડા સમય પહેલાં રાજ્યના રાજકારણમાં હાર્દિક પટેલની કથિત અશ્લીલ વીડિયો ક્લિપ અને સીડીના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. પાસ તથા હાર્દિક પટેલે આ સમગ્ર મામલે ભાજપ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર આરોપ મુક્યો હતો. જો કે, ભાજપ તરફથી આ તમામ આરોપો પાયાવિહોણા ગણાવતા નકારવામાં આવ્યા હતા. હવે આ મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. રાષ્ટ્રીય મહિલા આયોગમાં આ મામલે ફરિયાદ નોંધાઇ છે. આ કારણે આગામી સમયમાં હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી શકે છે.

hardik Patel

લગભગ બે દિવસ પહેલાં આ ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, હાર્દિક પટેલની પહેલી વાયરલ ક્લિપમાં જે મહિલા જોવા મળે છે, એના સન્માનને ઠેસ પહોંચી છે. હાર્દિકના સાથીઓ તથા પાસના સભ્યો દ્વારા આ વીડિયો યૂટ્યૂબ કે સોશ્યલ મીડિયાના માધ્યમ પર મુકી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ થયો છે, એ આરોપ હેઠળ આ ફરિયાદ નોંધાઇ છે. આથી આવનારા દિવસોમાં હાર્દિકને દિલ્હીથી તેડું આવે એવી પણ પૂરી શક્યતા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી હાર્દિક પટેલ સતત ચર્ચામાં રહ્યા છે અને આ સીડીને કારણે વિવિધ જગ્યાએ હાર્દિકનો વિરોધ પણ થયો છે. હવે ફરિયાદ નોંધાયા બાદ આ આખા મામલે શું વળાંક આવે છે, એ જોવું રહ્યું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X