For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં નોંધાયા Omicron XBB ના કેસ, જાણો લક્ષણો

ઓમિક્રોનના XBB વેરિએન્ટના કારણે કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં આ વધારો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. સિંગાપોરમાં પણ આ વેરિએન્ટને કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

ઓમિક્રોનના XBB વેરિએન્ટના કારણે કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં આ વધારો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. સિંગાપોરમાં પણ આ વેરિએન્ટને કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ઓમિક્રોન શરીરની ઇમ્યુનિટિને છેતરવા માટે બદનામ છે અને અત્યંત સંક્રમક હોય છે.

XBB

શું છે XBB?

WHO ના કોવિડ ટેકનિકલ ચીફ મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે, XBB એ BA.2.75 અને BA.2.10.1 નો રિકોમ્બિનન્ટ સ્ટ્રેન છે.

આ સબ-વેરિઅન્ટથી થતા સંક્રમણની ગંભીરતા પર મારિયાએ જણાવ્યું હતું કે, અમને ગંભીરતામાં કોઈ ફેરફાર દેખાતો નથી, પરંતુ આ સમયે તેના વિશે કંઈપણ કહેવું વહેલું છે, કારણ કે આ સમયે મર્યાદિત ડેટા ઉપલબ્ધ છે.

મહારાષ્ટ્રમાં XBBના 18 કેસ નોંધાયા

ઓકટોબરના પ્રથમ 15 દિવસમાં, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સબ વેરિએન્ટ XBBના 18 કેસ નોંધાયા છે. તેમાંથી 13 કેસ પૂણેમાં, બે નાગપુરના, બે થાણે અને એક અકોલામાં નોંધાયા છે.

કોવિડના અન્ય નવા વેરિએન્ટ

XBB ઉપરાંત, કોવિડના અન્ય ઘણા પ્રકારો પણ જોવામાં આવી રહ્યા છે, જેમાં BQ.1 નો સમાવેશ થાય છે, જે BA.5 અને BA.2.3.20 નો પેટા પ્રકાર છે. આવો જ એક કિસ્સો પૂણેમાં સામે આવ્યો છે. તાજેતરમાં, BF.7 અને BA.5.1.7 વેરિએન્ટ્સ ચીનમાં જોવા મળ્યા હતા.

તેમાંથી, BF.7 સબવેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ, ડેનમાર્ક અને ઈંગ્લેન્ડમાં પણ આ વેરિએન્ટના કેસ નોંધાયા છે.

Omicron XBB ના લક્ષણો શું છે?

આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે, અત્યાર સુધી નોંધાયેલા તમામ કેસ ઓછા જોખમી છે. BQ.1 નો પહેલો કેસ જે પૂણેમાં સામે આવ્યો છે, તે પણ ઓછો જોખમી છે અને તેનો યુએસનો પ્રવાસ ઇતિહાસ છે. ચીન અનુસાર, Omicron BF.7 ના લક્ષણોમાં ઉધરસ, માથાનો દુઃખાવો, છાતીમાં દુઃખાવો, ગંધમાં ફેરફાર, સાંભળવાની ખોટ અને ધ્રુજારીનો સમાવેશ થાય છે.

English summary
Cases of Omicron XBB reported in India, know the symptoms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X