સાવધાન! ભારતમાં વધી રહી રહેલી કોરોનાની R વેલ્યૂ સારા સંકેત નથી!
ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ દ્વારા નવા સંશોધનો શરૂ કરાયા છે. વૈજ્ઞાનિકો R વેલ્યુનો ઉપયોગ કરીને એ પરીક્ષણ કરી રહ્યા છે કે કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે કે ઝડપથી ઘટી રહ્યા છે. ભારતમાં આર-વેલ્યુનો વર્તમાન દર 1.01 છે. આનો અર્થ એ છે કે એક વ્યક્તિ એકથી વધુ વ્યક્તિને ચેપ લગાવી રહ્યો છે.
કોરોનાના અત્યંત સંક્રમિત મનાતા ડેલ્ટા વેરિઅન્ટે R-naught વધારી દીધી છે. R-naught પહેલા જે એક મહિના પહેલા 0.93 હતી. R-naught એ એક સંક્રમિત વ્યક્તિ અન્ય કેટલા વ્યક્તિને સંક્રમિત કરે છે તેનો દર છે.
આ માહિતી વાલ્લોર સ્થિત સિનિયર વાઈરોલોજિસ્ટ ડો. ટી જેકબ જ્હોને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં આપી હતી. આર-વેલ્યૂ મે મહિનામાં 1.4 ની આસપાસ હતી, જ્યારે દેશ COVID-19 ની બીજી લહેર સામે લડી રહ્યો હતો. બાદમાં તે ઘટીને 0.7 ની આસપાસ આવી ગઈ હતી. બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે તે રાજ્ય અથવા જિલ્લાને એટલે રેડ ઝોન નથી કરી શકતા, કારણ કે R મૂલ્ય વધી રહ્યું છે.
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજીના ડિરેક્ટર મનોજ મુર્હેકરે જણાવ્યું હતું કે રોગચાળાના પરિબળોનું સંયોજન, જેમાં સંક્રમણ દર, મૃત્યુની વધતી સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો વધારા દર જોખમનો અંદાજ આપે છે. હાલમાં, ઓછામાં ઓછા 10 રાજ્યોની આર-વેલ્યુ રાષ્ટ્રીય સરેરાશ 1.01 કરતા વધારે છે. દિલ્હી અને મહારાષ્ટ્ર રાષ્ટ્રીય સરેરાશની નજીક પહોંચી ગયા છે.
અભ્યાસમાં વિવિધ પ્રદેશોના આર વેલ્યૂની તપાસ કરવામાં આવી હતી, જેમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ આર વેલ્યૂ 1.31 છે, ત્યારબાદ હિમાચલ પ્રદેશ 1.3 અને નાગાલેન્ડ 1.09 ની આર વેલ્યૂ છે. પાંચ રાજ્યોમાં આર વેલ્યૂ એક કરતા વધારે છે, જ્યારે કેરળમાં આર વેલ્યૂ 1.06 છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ આર વેલ્યૂ ધરાવતા મધ્યપ્રદેશમાં એક દિવસમાં 30 થી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. બીજી બાજુ, તમિલનાડુ જેવા કેટલાક રાજ્યોમાં દર વધ્યો છે અને વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જો કે કેસ ઉપર-નીચે થઈ રહ્યા છે, નિષ્ણાતો કહે છે કે જ્યાં સુધી કોવિડ-19 કેસોમાં સતત વધારો ન થાય ત્યાં સુધી તેને ત્રીજી લહેર કહી શકાય નહીં.