બેંકમાં 2.5 લાખથી વધુ જમા કરાવવા છે? ડરશો નહિ. રાખો આ વાતોનું ધ્યાન..

Subscribe to Oneindia News

નોટબંધી બાદ કાળાનાણા રાખનારાની હાલત ખરાબ છે. સરકારે કાળાનાણા છૂપાવવાની કોઇ જગ્યા જ છોડી નથી. કડક નિયમોની સાથે બેંકમાં કેશ જમા કરાવવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગ સતત કેશ ડિપોઝીટ પર નજર રાખી રહ્યુ છે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા કે 2.5 લાખ થી વધુ રકમ જમા કરાવનારને આવકવેરા વિભાગ નોટિસ મોકલી શકે છે.

rs

આ સમાચાર બાદ જેની પાસે 2.5 લાખ રુપિયાથી વધુ કેશ છે તેઓ બેંકમાં જમા કરાવવાની હિંમત નથી કરી શકતા. આવકવેરા વિભાગ સતત આવા લોકો પર નજર રાખી રહ્યુ છે જેના એકાઉંટમાં 2.5 લાખથી વધુ રકમ જમા થઇ છે પરંતુ ટેક્સ એક્સપર્ટની માનીએ તો જો આપની પાસે 2.5 લાખથી વધુ કેશ છે તો આપ આરામથી બેંકમાં જમા કરાવો ડરો નહિ માત્ર કેટલીક વાતોનું ધ્યાન રાખો...

2.5 લાખથી વધુ રકમ બેંકમાં જમા કરનારા આ વાતોનું ધ્યાન રાખો

જો આપ 2.5 લાખથી વધુ રકમ બેંકમાં જમા કરાવી રહ્યા છો તો આવકના સ્ત્રોતનું ધ્યાન રાખો કારણકે આવકવેરા વિભાગ તમને આ વિશે સવાલ પૂછી શકે છે.

તમારે જણાવવાનું રહેશે કે તમે કયા સ્ત્રોતથી આ પૈસા કમાયા છે.

જો બિઝનેસથી કમાયા છે તો તેની રસીદ કે જાણકારી તમારી પાસે હોવી જોઇએ.

જો તમે કોઇની પાસેથી ઉધાર લીધા છે કે તમે કોઇનું ઉધાર ચૂકવી રહ્યા છો તમારી પાસે તેના પર્યાપ્ત પુરાવા હોવા જોઇએ.

તમે આ રકમને તમારી બચત તરીકે બતાવી શકો છો. ધ્યાન રાખો કે તમે તમારી સેલરીના 30 થી 40% રકમ જ બચત તરીકે બતાવી શકો છો.

પાન કાર્ડ ડિટેલ સાથે રકમ બેંકમાં જમા કરાવો.

ભૂલથી પણ બીજાના પૈસા પોતાના એકાઉંટમાં જમા ના કરાવો.

English summary
(CBDT) asking banks to furnish details of cash deposits above a certain amount has got many worried about receiving notice from the income-tax department.
Please Wait while comments are loading...