For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીબીઆઈની ચાર્જશીટમાં દાવો - ઈંદ્રાણી મુખર્જીએ ચિદમ્બરમને આપ્યા 35 કરોડ

હત્યાના કેસમાં જેલમાં બંધ ઈંદ્રાણી મુખર્જીએ દાવો કર્યો છે કે આઈએનએક્સ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે લાંચ લીધી હતી.

|
Google Oneindia Gujarati News

હત્યાના કેસમાં જેલમાં બંધ ઈંદ્રાણી મુખર્જીએ દાવો કર્યો છે કે આઈએનએક્સ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે લાંચ લીધી હતી. સીબીઆઈની ચાર્જશીટમાં ઈંદ્રાણીએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિને તેમણે 5 મિલિયન ડૉલર (લગભગ 35.5 કરોડ રૂપિયા) લાંચ તરીકે આપ્યા હતા. સીબીઆઈએ શુક્રવારે આઈએનએક્સ મીડિયા કેસમાં વિશેષ અદાલત સામે ચાર્જશીટ દાખલ કરી છે.

p Chidambaram - indrani

ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈંદ્રાણી મુખર્જીએ પી ચિદમ્બરમને સિંગાપુર, મોરેશિયસ, બરમૂડા, ઈંગ્લેન્ડ અને સ્વિત્ઝરલેન્ડ઼માં 35.5 કરોડ રૂપિયા આપ્યા. આઈએનએક્સ મીડિયા કેસમાં ઈંદ્રાણી મુખર્જી પર પણ ઘણા આરોપ છે. તે સરકારી સાક્ષી બની ગઈ છે. સીબીઆઈએ ચિદમ્બરના જામીન અરજી પર સુનાવણી દરમિયાન શુક્રવારે જ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યુ છે કે ભ્રષ્ટાચારનાઆ કેસમાં સિંગાપુર અને મોરેશિયસમે મોકલાયેલા આગ્રહ પત્ર (લેટર્સ રોગેટરી) પર જવાબની રાહ જોવામાં આવી રહી છે. સીબીઆઈએ દિલ્લીની વિશ્ષ અદાલતમાં આઈએનએક્સ મીડિયા કેમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં કોંગ્રેસ સાંસદ પી ચિદમ્બરમ, તેમના પુત્ર સાંસદ કાર્તિ ચિદમ્બરમ અને પીટર મુખર્જી સહિત કુલ 14 નામ છે. આમાં સિંધુશ્રી ખુલ્લર, ભાસ્કર, અનુપ પૂજારી, પ્રબોધ સક્સેના, આર પ્રસાદ, આઈએનએક્સ મીડિયા, એએસસીએમ, શતરંજ મેનેજમેન્ટ અને નાણા મંત્રાલયના ચાર પૂર્વ અધિકારીઓના નામ છે. કોર્ટ 21 ઓક્ટોબરના રોજ ચાર્જશીટ પર સુનાવણી કરશે.

2007માં પી ચિદમ્બરમના નાણામંત્રી રહેતા આઈએનએક્સ મીડિયા ગ્રુપને 305 કરોડ રૂપિયાનુ વિદેશી નાણુ મેળવવા માટે વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા વર્તવાનો આરોપ છે. આ કેસમાં ધરપકડ કરાયેલ ચિદમ્બરમ હાલમાં જેલમાં છે. આ કેસમાં તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ આરોપી છે. તે પણ આ કેસમાં જેલમાં રહી ચૂક્યા છે અને અત્યારે જામીન પર છે. વળી, પીટર મુખર્જી હત્યા કેસમાં જેલમાં બંધ છે. પી ચિદમ્બરમ સીબીઆઈની કસ્ટડડીમાં તિહાર જેલમાં છે. સીબીઆઈએ 21 ઓગસ્ટના રોજ પી ચિદમ્બરમની દિલ્લી સ્થિત તેમના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ચિદમ્બરમ જેલમાં છે. દિલ્લી હાઈકોર્ટમાં પી ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ પાયાગત મુદ્દાઓ અને આક્રમક પ્રચાર અભિયાનમાં કોંગ્રેસે મારી બાજીઆ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ પાયાગત મુદ્દાઓ અને આક્રમક પ્રચાર અભિયાનમાં કોંગ્રેસે મારી બાજી

English summary
CBI Chargesheet in INX Media Case Indrani Mukerjea claims paid P Chidambaram 35 Crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X