For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબરી વિધ્વંસ મામલે સીબીઆઈ કોર્ટનો ફેસલો, બધા આરોપી છૂટી ગયા

બાબરી વિધ્વંસ મામલે સીબીઆઈ કોર્ટનો ફેસલો, બધા આરોપી છૂટી ગયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યામાં 1992માં થયેલ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે 28 વર્ષ બાદ આજે ફેસલો આવી ગયો છે. સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ આરોપીઓને છોડી મૂક્યા છે. જેમાં લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, કલ્યાણસિંહ જેવા દિગ્ગજ નામ સામેલ હતા.

babri masjid

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ કારસેવકોની ભીડે વચ્ચે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. આ ઘટના બાદ એજ દિવસે બે એફઆઈઆર નોંધવામાં આવી. પહેલી એફઆઈઆર (197/1992)માં અજાણ્યા કારસેવકોને આરોપી બનાવવામા આવ્યા. તેમની વિરુદ્ધ લૂટ-પાટ, ઈજા પહોંચાડવી અને ધાર્મના આધારે બે જુથોમાં દુશ્મનાવટ બનાવવા જેવા આરોપો લગાવ્યા. બીજી એફઆઈઆર (198/1992) ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા એવા નેતાઓ વિરુદ્ધ નોંધવામાં આવી, જેમણે રામકથા પાર્કમાં મંચ પર કથિત ભડકાઉ ભાષણ આપ્યાં હતાં. જેમાં ભાજપના નેતા એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, વીએચપીના તત્કાલીન મહાસચિવ અશોક સિંઘલ, વિનય કટિયાર, ગિરિરાજ કિશોર અને વિષ્ણુ હરિ ડાલમિયાના નામ સામેલ હતા.

બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છેબાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે

બાદમાં પહેલી એફઆઈઆર સંબંધિત તપાસ સીબીઆઈને સોંપવામાં આવી અને બીજી એફઆઈઆરની તપાસ સીઆઈડીને હવાલે કરી દેવામાં આવી. 1993 પહેલી એફઆઈઆરની સુનાવણી માટે યૂપીના લલિતપુરમાં સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવી, જ્યારે બીજી એફઆઈઆર સાથે જોડાયેલ કેસની સુનાવણઈ રાયબરેલીની વિશેષ અદાલતને સોંપી દેવામાં આી. બાદમાં આ બંને એફઆઈઆર ઉપરાંત વધુ 45 કેસ નોંધવામાં આવ્યા અને તેમને બધાને બાદમાં પહેલા કેસ સાથે સીબીઆઈના હવાલે કરી દેવામાં આવ્યા. આ કેસની સુનાવણી માટે અલ્હાબાદ હાઈકોર્ટના કહેવા પર લખનઉમાં એક નવી સીબીઆઈ અદાલતની રચના કરવામાં આવી. પરંતુ બીજી એફઆઈઆર સાથે જોડાયેલ કેસ રાયબરેલી કોર્ટમાં જ ચાલતો રહ્યો. લખનઉ ટ્રાન્સફર થતા પહેલા 1993માં પહેલી એફઆઈઆર 197-1992માં આઈપીસીની કલમ 120બી એટલે કે અપરાધિક ષડયંત્ર પણ જોડી દેવામાં આવ્યું.

English summary
CBI court verdict in Babri demolition case, all accused acquitted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X