'આઝાદી' માટે કેન્દ્રની મોટાભાગની ભલામણો પર CBI રાજી

સીબીઆઇને સ્વાયત્તતા બક્ષવાને લઇને કેન્દ્ર સરકારે ભલામણ કરી હતી જેની પર તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં સોગંધનામુ દાખલ કર્યું છે. તપાસ એજન્સીને સ્વાયત્ત કરવા માટે કેન્દ્રએ જે ભલામણો કરી છે, તેમાંથી મોટાભાગની ભલામણો અને સૂચનોને માનવા માટે તપાસ એજન્સી રાજી થઇ ગઇ છે.
સોગંધનામા અનુસાર તપાસ એજન્સી તરફથી સીબીઆઇ નિર્દેશને સીધા કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાત કરવાનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત તપાસ એજન્સીએ સીબીઆઇ નિર્દેશકનું કાર્યકાળ ઓછામાં ઓછું ત્રણ વર્ષનું કરવાની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
