વીકે સિંહ લાંચ કેસની તપાસ બંધ કરશે સીબીઆઇ

વરિષ્ઠ સીબીઆઇ અધિકારીએ જણાવ્યું કે ગયા વર્ષે જનરલ સિંહનું નિવેદન નોંધ્યા બાદ એજન્સીએ મામલાની તપાસ માટે અજાણ્યા લોકોની સામે એક પ્રાથમિકી તપાસ (પીઇ) નોંધી હતી. પરંતુ એક વર્ષની તપાસ બાદ કંઇ હાથ લાગ્યું નથી.
તેમણે જણાવ્યું કે પૂર્વ સેના પ્રમુખ દાવો કરી રહ્યા હતા કે તેમની પાસે કેટલાંક દસ્તાવેજ છે જેના કારણે આ મામલામાં એક નિવૃત્ત અધિકારી અને અન્યની સંડોવણી સાબિત થઇ જશે, પરંતુ હજી સુધી સીબીઆઇને એક પણ દસ્તાવેજ મળ્યો નથી.
અધિકારીઓએ જણાવ્યું કે જનરલ સિંહના અનુસાર લાંચની રજૂઆત 2010માં કરવામાં આવી હતી અને પૂર્વ સેના પ્રમુખ આ વાતને બતાવવામાં અસમર્થ છે. અને એ સવાલ પણ છે કે તેઓ બે વર્ષથી વધારેના સમય સુધી આ બાબતે ચૂપ કેમ રહ્યા.












Click it and Unblock the Notifications
