કોલગેટ: સીબીઆઇએ પીએમઓના બે અધિકારીઓના નિવેદન લીધા

સીબીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી 2006 થી 2009 દરમિયાન ફાળવણી અનિયમિતતા સંબંધમાં જલદી જ નાયરને સાક્ષીના રૂપમાં બોલાવશે અને તેમનું નિવેદન નોધશે. એક સંબંધિત ઘટનાક્રમમાં સીબીઆઇએ તાજેતરમાં ભારતીય સ્પર્ધા કમિશન (સીસીઆઇ)ના સભ્ય પદેથી રાજીનામું આપી ચૂકેલા પૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તાને આ કેસમાં આરોપી તરીકે પૂછપરછ માટે ગુરૂવારે બોલાવ્યા હતા.
સંભાવનાઓ છે કે સીબીઆઇ તેમને કોલસા ફાળવણી સ્ક્રિનિંગ કમિટીમાંથી મળેલી મંજૂરી અંગે પૂછપરછ કરશે. કેટલાક મુદ્દે તે આ કમિટીની અધ્યક્ષતા કરી ચૂક્યાં છે. આ દરમિયાન સીબીઆઇ 2006 અને 2009 દરમિયાન વડાપ્રધાન કાર્યાલયના બે અધિકારીઓ વિની મહાજન અને આશીષ ગુપ્તાના નિવેદન નોંધ્યા છે. તેમને આ કેસમાં સાક્ષી તરીકે પૂછપરછ કરી છે. આ દરમિયાન વડાપ્રધાન પાસે કોલસા મંત્રાલયનો ભાર હતો.












Click it and Unblock the Notifications
